________________
ગ્રંથકર્તાનું નિવેદન
(પ્રથમ સંસ્કરણમાંથી ઉદ્ધત) સદ્ધર્મ એજ સર્વ સ્થળે, સર્વકાળે અને સર્વ સ્થિતિમાં પરમ તારણ, પપનિવારણ અને આત્મઉદ્ધારણના કારણભૂત છે. પરંતુ સદ્ગુરુ વિના સદ્ધની પ્રાપ્તિ થવી પ્રાયઃ અશકય છે. અનેક જન્મનાં શુભકર્મને સંચય હોય ત્યારેજ સદ્દગુરુને સુગ મળે છે. અને તેમને વચન ઉપર આપણે વિશ્વાસ દઢીભૂત થાય છે.
પૂર્વ પુણ્યના ગે મને લઘુવયથી જ સદ્દગુરુને સમાગમ સાંપડ્યો. મારા એ પરમપવિત્ર ધર્મગુરુ, ધર્માચાર્ય પૂજ્યશ્રી ગોપાળજી સ્થામીએ મને ગુરુસંસારની ભીષણ ખાઈમાં પડતે બચાવી લીધે, મારા હૃદયને વૈરાગ્યથી રંગી દીધું અને મને સદુધર્મપર શ્રદ્ધાવાન બનાવવા પૂર્ણ ખંતથી વીતરાગ વાણીરૂપ અમૃતનું પાન કરાવવા લાગ્યા. ૧૯૩૮ માં ૨૨ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણકરી. તે સમયે સૂવજ્ઞાન નહીવાતું હતું પરંતુ તે મેળવવાની જીજ્ઞાસાના કારણે ગુરુકુળવાસ કરી અભ્યાસ કરવા લાગ્યું. મારા ગુરુદેવ વિદ્વર્ગમાં બહસ્ત્રી તરીકે ખ્યાતી પામેલા હતાં. જીજ્ઞાસુઓ તેમની સમીપે આવી વિધ-વિધ પ્રશ્નો પૂછતા. તેમને ઉત્તર ગુરુજી આપતા. આવી પ્રશ્નોત્તરીમાં મને પણ રસ પડવા લાગ્યા. ગુરુમુખથી થતાં શાસ્ત્રાર્થમાં મારું ચિત્ત પરોવાતું ગયું, કેટલાક પ્રશ્નોત્તરો હું હૃદયમાં ધારી લેતે અને કેટલાક નોંધવા ગ્ય પ્રશ્નોત્તર હું નેટમાં લખી લે. આ પ્રકારે દિનપ્રતિદિન પ્રશ્નોત્તરને શેખ વધતો ગયો. જ્યારે જ્યારે વિદ્વાન સાધુ કે શ્રાવકને સમાગમ થાય ત્યારેત્યારે શાસ્ત્રવિષયક પ્રશ્નોત્તરી ચાલુજ રહેતી. કેઈ–મેઈ ગહન કે વાદવિવાહ શીલ પ્રશ્નોનું સંતોષકારક રીતે સમાધાન ન થઈ શકે તે તેના નિર્ણયમાટે સિદ્ધાંતે, ગ્રંથ જૈનમતના તેમજ અન્યમતનાં જેવા અને તેના પ્રમાણે શોધી કાઢવાં એ કામ પણ ચાલુજ રહેતું. આ કામમાં મુનિ નથુજી તથા મુનિ મણિલાલજી મદદ કરતાં અને દાખલા દલીલેના સાધને પૂરા પાડવામાં લાલજી મુનિ સહાયતા કરતાં, પરિણામ સ્વરુપે હિતશિક્ષા, સત્યપ્રકાશ, મુહપત્તિ વિચાર, તપવિચાર, જેને કયા આલંબનની જરૂર, વગેરે પુસ્તક તૈયાર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org