________________
૭૨ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨
अन्नदानैः पयःपानधर्मस्थानैश्च भूतलम् । यशसा वस्तुपालेन रुद्धमाकाशमण्डलम् ॥ આ સાંભળીને મંત્રીએ એને એક હજાર કન્મ આપ્યા.૨૫
શત્રુંજ્યની સંધયાત્રા વખતે એક વાર વસ્તુપાળ તીર્થંકરની મૂર્તિની પૂજા કરતા હતા તે સમયે યાચકે એકસામટા તેની તરફ દોડવ્યા. એમના સમુદાય તરફ જોઈને સામેશ્વરે નીચેને બ્લેક કહ્યો–
इच्छासिद्धिसमुन्नते सुरगणे कल्पद्रुमैः स्थीयते पाताले पवमानभोजनजने कष्टं प्रणष्टो बलिः । नीरागानगमन्मुनीन् सुरभयश्चिन्तामणिः क्वाप्यगात् तस्मादर्थिकदर्थनां विषहतां श्रीवस्तुपालः क्षितौ ॥
પ્રબન્ધો નેધે છે કે આ સાંભળીને પણ વસ્તુપાળે સોમેશ્વરને મોટી રકમનું દાન આપ્યું હતું.૨૬
લાટના રાજા શંખને પરાજય કરીને જ્યારે વસ્તુપાળ પાછો ફર્યો ત્યારે સેમેશ્વરે નીચેના શ્લેકથી એનું સ્વાગત કર્યું હતું–
श्रीवस्तुपाल प्रतिपक्षकाल त्वया प्रपेदे पुरुषोत्तमत्वम् । तीरेऽपि वार्द्धरकृतेऽपि मात्स्ये दूरं पराजीयत येन शङ्खः ॥२७
૭૭. આ સૂક્તિઓ ઉપરાંત, સોમેશ્વરે જુદે જુદે પ્રસંગે ઉચ્ચારેલા અનેક કાનાં અવતરણ પ્રબન્ધામાં મળે છે. ગોધરાના ઠાકર ઘૂઘુલનો પરાજય કરીને તેજપાળ પાછો આવ્યો ત્યારે સોમેશ્વરે ઉચ્ચારેલી એની પ્રશસ્તિ,૨૮ પાલીતાણામાં વસ્તુપાળે પિતાની પત્નીના નામ ઉપરથી બાંધેલા લલિતાસરનું તેણે કરેલું સુંદર વર્ણન,૨૯ શત્રુંજયની સં યાત્રામાં તેણે કહેલા વસ્તુપાળના પ્રશસ્તિક,૩૦ એક નવપ્રાપ્ત વિજયને અંગે વિરધવલે ભરેલા દરબારમાં તેણે ઉચ્ચારેલા વિરધવલના પ્રશસ્તિલે કે ૧–આ ઉપર્યુક્ત પ્રકારનાં કેટલાંક ઉદાહરણો છે. જલણની “ક્તિમુક્તાવલિ માં સેમેશ્વર
૨૫. પ્રચિ, પૃ. ૧૦૪; ઉત, પૃ. ૭૬ ૨૬. પ્રકો, પૃ. ૧૧૬; ઉત, પૃ. ૭૪ ૨૭. પુ.સં. પૃ. ૭૪ ૨૮. પુપ્રસં. પૃ. ૬૯; વચ. ૪-લે. ૪૨૮ થી ૪૩૩ ૨૯. એ જ, પૃ. ૭૨; વળી પ્રચિ, પૃ. ૧૦૨; વચ, ૬-૧૨; ઉત, પૃ. ૭૯ ૩૦. વચ, ૬-૮૩; ઉત, પૃ. ૭૫ ૩૧, વચ, ૩-૪૬૪ થી ૪૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org