________________
૭૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨
સેમેશ્વરની કૃતિઓની આનુપૂર્વી ડપ, માત્ર શિલાલેખો સિવાયની સામેશ્વરની કઈ કૃતિમાં વર્ષ આપ્યું નથી, પણ આંતરિક પ્રમાણને આધારે આમાંની કેટલીક કૃતિઓની રચનાકાળની પૂર્વ મર્યાદા અને ઉત્તરમર્યાદા નકકી થઈ શકે છે. “સુરત્સવ” અને “કીર્તિકૌમુદી ” ની તુલના કરતાં એ બને કાવ્યોની રેલીમાં મોટો તફાવત જણાય છે. “સુરથોત્સવ” ની રચના ઓછાવત્તા પ્રમાણમાં ગૌડી રીતિની-કઠિન, ક્વચિત કિલષ્ટ, અસ્પષ્ટ અને થકવી નાખે એવા શ્લોકોથી ભરેલી છે, જ્યારે “કીર્તિકમુદી ની રચના વૈદર્ભે રીતિની ગણાય એવી પ્રાસાદિક છે અને એ વાંચતાં જ એમ થાય છે કે અહીં કર્તાની નજર સમક્ષ કાલિદાસને આદર્શ હોવો જોઈએ. અલબત્ત, આ રીતિભેદને આધારે જ એક કૃતિ પહેલાં રચાઈ હશે કે પછી એનો નિર્ણય થઈ ન શકે, તેપણ ગોડી રીતિની રચના પહેલાં થઈ હશે એમ અનુમાન કરવાનું વલણ થાય છે. અને કાવ્યોના વરતુ ઉપરથી પણ આ અનુમાનને ટેકો મળે છે. રાજા ભીમદેવ બીજાની રાજકીય આપત્તિઓ અને અણહિલવાડમાં તેની સત્તાની પુનઃરથાપનાનું રૂપક સુરથની પૌરાણિક કથાને પડછે સુરત્સવ”માં અપાયું છે. ઈ. સ. ૧૨૨૪ ના એક તામ્રપત્ર ઉપરથી જણાય છે કે કોઈ એક જયંતસિંહ ભીમદેવનું રાજ્ય પચાવી પાડ્યું હતું ( જુઓ ઉપર પેરા ૪૮). ભીમદેવને કઈ રથળે આશ્રય લેવો પડ્યો હતો અને લવણુપ્રસાદ અને વીરધવલની વફાદારીભરી સેવાઓથી એ પિતાનું રાજ્ય ઈ. સ. ૧૨૨૫ થી ૧રર૬ માં કે છેવટે સં. ૧રર૭ ની પહેલાં (ગુમરાઈ, પુ. ૨, પૃ. ૩૫૯) પાછું મેળવી શકો હતા. “સુરથોત્સવ” માં પૌરાણિક રાજા સુરથને રાજ્યનાશ તથા ફરી વાર રાજ્યપ્રાપ્તિ વર્ણવેલી છે (પૈરા ૧૬૮-૭૧) અને સમકાલીન રાજકીય બનાવ સાથેના નોંધપાત્ર સામેને કારણે સામેશ્વરે આ પૌરાણિક કથા પોતાના કાવ્ય માટેના વરતુ તરીકે પસંદ કરી હોય એ શક્ય છે. ભીમદેવને રાજ્યની પુનઃપ્રાપ્તિ થઈ એ પ્રસંગના
સ્મરણરૂપે પણ “સુરત્સવ ' રચાયું હોય એ અસંભવિત નથી. “કીર્તિ કમદી'માં શત્રુંજય ઉપર બંધાયેલાં મન્દિર સહિત વસ્તુપાળના જીવનની અનેક ઘટનાઓ વર્ણવેલી છે, અને કાથવટેએ રજૂ કરેલાં પ્રમાણેને આધારે ( કક, પ્રરતાવના, પૃ. ૧૭) એમ માની શકાય કે એની રચના સં. ૧૨૩ર પછી થઈ હશે. “કર્ણામૃતપ્રપા” અને “રામશતક ” નાં રચના વર્ષ માટે કશું નિશ્ચિત કહી શકાય એમ નથી, તો પણ એમાં થયેલું કવિતાશૈલીનું પરિમાર્જન જોતાં એ બને “સુરથોત્સવ'ની પછી રચાયેલાં હોય એમ માનવું ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org