________________
પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૬૭ જેવા સમકાલીન કવિઓ પિતાની કવિતાની કેવી પ્રશંસા કરતા હતા એ તેણે જણાવ્યું છે. નૂતન-પદપાકવાળું કાવ્ય તથા અર્ધ યામમાં (દોઢ કલાકમાં) જ એક નાટક રચીને તેણે રાજા ભીમદેવના સભાસદોનું મનરંજિત કર્યું હતું. પિતાની કવિતાની તથા વસ્તુપાળની કવિતા અને દાનશરતાની સંખ્યાબંધ શ્લેકે (લે. ૪૮-૬ ૬ )માં પ્રશંસા કરીને સોમેશ્વર સર્ગની સમાપ્તિ કરે છે તે બતાવે છે કે “સુરત્સવ'ના રચનાકાળ પહેલાં જ બન્નેની ગાઢ મૈત્રી થઈ ચૂકી હતી.
૭૨. “માકેડેયપુરાણ માંના દેવીમાહાને આધારે લખાયેલા “સુરત્સવ” ઉપરાંત સોમેશ્વરે બીજી કેટલીક કૃતિઓ રચી છે. “કીર્તિ કૌમુદી” મહાકાવ્ય એ વસ્તુપાળનાં પરાક્રમે અને સત્કૃત્યની પ્રશસ્તિરૂપ છે તથા સમકાલીન ઇતિહાસ અને સામાજિક સ્થિતિનો અભ્યાસ માટે ઘણું મહત્વનું છે. “રામાયણ'ની કથાનું નાટકરૂપે નિરૂપણ કરતું “ઉલ્લાધરાધવ” નાટક૧૦ પણ સોમેશ્વરે રચ્યું છે. એ નાટક દ્વારકાના સુપ્રસિદ્ધ મન્દિરમાં પ્રબોધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ૧૧ જે નાટકની રચનાથી
८. श्रीसोमेश्वरदेवकवे वेत्य लोकस्पृणं गुणग्रामम् ।
हरिहरसुभटप्रभृतिभिरभिहितमेवं कविप्रवरैः ॥
वाग्देवता वसन्तस्य कवेः श्री सोमशर्मणः । धुनोति विबुधान् सूक्ति: साहित्याम्भोनिधेः सुधा ।। तव वक्त्रं शतपत्रं सद्वर्ण सर्वशास्त्रसंपूर्णम् । अवतु निजं पुस्तकमिव सोमेश्वरदेव वाग्देवी ॥
–એ જ, ૧૫-૪૪, ૪૬ થી ૪૭ ८. काव्येन नव्यपदपाकरसास्पदेन
यामार्धमात्रघटितेन च नाटकेन । यो भीमभूमिपतिसंसदि सभ्यलोकमस्तोकसंमदवशंवद मादधे यः ।।
—એ જ, ૧૫-૪૯ १०. अस्त्येय वशिष्ठान्वयसंभूतेश्चौलुक्यचक्रवर्तिवन्दितचरणारविन्दस्य श्रीसोमेश्वरदेवस्य कृतिनवमुल्लाघराघवं नाम नाटकम् ।।
–ઉરા, પ્રસ્તાવના ૧૧. તદ્દા માવત: રિવારની૪મળે: શ્રીવય પુરત: પ્રયોकादशीपर्वणि सर्वदिगागतानां सामाजिकजनानां जनकसुतापतिचरिताभिनयदानेन कृतार्थयाभि संसारकदर्थितमात्मानम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org