________________
૬૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ યજ્ઞો કરવા વડે શાસ્ત્રમાં તથા યુદ્ધો કરવા વડે તેણે શસ્ત્રમાં પોતાની નિપુણતા બતાવી હતી. શરીર ઉપર એ સર્વદા બ્રહ્મસૂત્ર અથવા યજ્ઞોપવીત ધારણ કરતો હતો અને હૃદયમાં રાજ્યસૂત્ર ધારણ કરતો હતો અર્થાત્ તેના હૃદયમાં સદાકાળ રાજ્યના કલ્યાણની ચિન્તા રહેતી હતી. એને સાક્ષાત લક્ષ્મી જેવી સુન્દર લમી નામની આજ્ઞાકારી પત્ની હતી. લક્ષ્મીએ મહાદેવ, સેમેશ્વરદેવ અને વિજય એ ત્રણ પુત્રને જન્મ આપ્યો હતો.”૭
૩૦. આ પ્રમાણે સોમેશ્વર એ ચૌલુક્યરાજપુરોહિત કુમાર અને તેની પત્ની લક્ષ્મીને પુત્ર હતો, તથા એને મહાદેવ નામે ના ભાઈ અને વિજય નામે મોટો ભાઈ હતા. ચૌલુક્યવંશના સ્થાપક મૂળરાજના સમયથી માંડી આશરે ૨૫ વર્ષના લાંબા ગાળાને પિતાના પૂર્વજોને ઇતિહાસ સંમેશ્વરે આપે છે. આ વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ છે કે ગુજરાતના એક વિદ્વાન, વિખ્યાત અને સમૃદ્ધ બ્રાહ્મણ કુટુંબમાં સોમેશ્વરને જન્મ થયો હતો. આ કુટુંબનું મૂળ રથાન વડનગર હતું. રાજપુરોહિત તરીકે કામ કરવા ઉપરાંત, સોમેશ્વરના પિતા કુમારની જેમ, આ કુટુંબની કેટલીક વ્યકિતઓએ સફળ યોદ્ધા અને સેનાપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું. મુનિચન્દ્રસૂરિકત “અમમસ્વામી ચરિત્ર' (ઈ. સ. ૧૧૯૯ )ને આધારે જણાય છે કે એ જ પુરહિત કુમાર કેટલાક સમય માટે ગુજરાતના રાજ્યને મુખ્ય હિસાબનીશ ( “નૃપાક્ષપટલાધ્યક્ષ”) હતો અને મુનિચન્દ્રસૂરિની વિનંતીથી તેણે એ કૃતિનું સંશોધન કર્યું હતું. પ્રાચીન ભારતમાં રાજપુરોહિતની ફરજો અનેકવિધ હતી. શાસ્ત્રમાં જ નહિ દંડનીતિમાં પણ તે નિપુણ રહે અને કેટલીક વાર મુલકી અને લશ્કરી વહીવટ પણ તેને સંભાળવો પડતો એ આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે આ વરતું આશ્ચર્યજનક નહિ લાગે. ઉપર્યુક્ત વૃત્તાન્તમાંથી
એ પણ જણાય છે કે સોમેશ્વરના પૂર્વમાં વેદવિદ્યા અને વૈદિક વિધિવિધાનનું ખાસ મહત્વ હતું અને એમાંના કેટલાક મોટા વિદ્વાનો હતા એમાં શંકા નથી. પરંતુ સોમેશ્વરે એમને વિશે અનેકવિધ રસપ્રદ વિગતો આપી હોવા છતાં એમની સાહિત્યરચનાઓ વિશે કશું કહ્યું નથી એ નોંધપાત્ર છે.
સએશ્વરની સાહિત્યકૃતિઓ ૭૧. પોતાના પૂર્વજોનો વૃત્તાન્ત આપ્યા પછી “સુરત્સવ 'માં સેમેશ્વરે પિતાને વિશે કેટલીક હકીકત આપી છે. હરિહર અને સુભટ
૭. સુઈ, ૧પ-લોક ૧ થી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org