________________
પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાને આશ્રયદાતા ને સાહિત્યકાર[૫૭
"
વસ્તુપાળનું જીવન આલેખતા સ્વરચિત મહાકાવ્યને બાલચન્દ્રે ‘વસંતવિલાસ' નામ આપ્યું હતું તે આ કારણથી. શત્રુ ંજય ઉપર આદિનાથનું દર્શન કરીતે પ્રાપ્ત થયેલી નૈસર્ગિક પ્રેરણાથી રચેલુ સ્તંત્ર તે પોતાની પ્રથમ કાવ્યરચના હતી એમ ‘ નરનારાયણાનંદ ને અંતે તે કહે છે.૨૪ આ રચના તે વસ્તુપાળકૃત ‘ આદિનાથસ્તેાત્ર. ' વસ્તુપાળે આ સિવાય ‘નેમિનાથસ્તેાત્ર' અને · અંબિકાાત્ર’ જેવાં કેટલાંક સ્ત! તથા ૧૦ ક્ષેાકની સંક્ષિપ્ત ‘આરાધના’ રચી છે. ‘ આરાધના ' એ ધણું કરીને વસ્તુપાળની અંતિમ રચના છે, કેમકે એના પહેલા શ્લેાક (નત મુક્ત િિશ્ચત ) ‘ પ્રબન્ધચિન્તામણિ ’ (શ્લેા. ૨૩૪), ‘ પ્રબન્ધકાશ ’( લેા. ૩૩૭ ) અને ‘ પુરાતન પ્રબન્ધસંગ્રહ 'માં (શ્લે।. ૨૦૨) ઉદ્ધૃત થયા છે તથા વસ્તુપાળે એ શ્લોક મરણપથારીએથી ઉચ્ચાર્યાં હાવાનું કહ્યું છે. ‘પ્રબન્ધચિન્તામણિ’ (પૃ. ૧૦૫) કહે છે કે શત્રુંજયની યાત્રાએ જતાં માર્ગમાં મરણાસન્ન વસ્તુપાળે આ શ્લાક ઉચ્ચારીને પર્યન્તારાધના કરી હતી. છેલ્લી શત્રુંજયયાત્રાના સમયે, જ્યારે શરીર ખૂબ શિથિલ બન્યું હતું ત્યારે વસ્તુપાળે આરાધના 'ની રચના કરી હતી એમ જણાય છે.
6
૬૪. સાહિત્યિક સાધનામાંથી એ પણ જણાય છે કે વસ્તુપાળ સૂક્તિરચનામાં કુશળ હતા. પોતાના આશ્રયદાતા અને મિત્રની આ વિશિષ્ટશક્તિ વિશે સામેશ્વર લખે છે
अम्भोजसम्भवसुतावक्त्राम्भोजेऽस्ति वस्तुपालस्य । raणारणितानि श्रूयन्ते सूक्तिदम्भेन ॥२५
ઉદયપ્રભસૂરિએ પાતાની પહેલી · વસ્તુપાલતુતિ ' માં વસ્તુપાળની સૂક્તિઓની પ્રશંસા નીચેના સરલ પણ કવિત્વપૂર્ણ લેાકમાં કરી છે~~ पीयूषादपि पेशलाः शशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमञ्जरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखामसूक्तविशदोद्वारादपि प्राञ्जलाः
केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः || २१
આ અનુમાન કરવાને હું પ્રેરાયે છું. આજે પણ ઉત્તર ગુજરાત અને મારવાડના વણિકામાં વસ્તા નામ પ્રચલિત છે એ સૂચક છે.
૨૪. મેાજ, ૧૬-૩૯
૨૫. ઉંરા, ૮
૨૬. આ શ્લાક પ્રકા (પૃ. ૧૧૬) અને ઉત (પૃ. ૭૮) માં પણ છે. ઉદયપ્રભુના ‘ધર્માભ્યુદય’મહાકાવ્યને અંતે પણ તે ઉદ્ધૃત થયેલા છે,
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org