SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતા ને સાહિત્યકાર ૫૫ : , બ્રાહ્મણાને ઘણી સમૃદ્ધિ આપી હતી. આવા પ્રસંગેા વિરલ નહેાતા, પણ ઊલટું વારંવારના હતા. એટલે ‘ કીર્ત્તિકૌમુદી ' એ વિશે કહે છે— नानर्च भक्तिमान्मौ नेमौ शंकरकेशवौ । जैनोऽपि यः सवेदानां दानाम्भः कुरुते करे || १७ વસ્તુપાળની પરમ સહિષ્ણુતા એટલી તે વિખ્યાત હતી કે ‘ પુરાતનપ્રાસ'ગ્રહ ' એ વિશે નીચેને લેાક ટાંકે છે— atit वैष्णवैर्विष्णुभक्तः शैवैः शैवो योगिभिर्योगरङ्गः । जैनैस्तावज्जैन एवेति कृत्वा सत्त्वाधारः स्तूयते वस्तुपालः || १८ અર્થાત્ જુદા જુદા ધાર્મિક સંપ્રદાયવાળા એને પેાતાનામાંતા ગણીને સ્તુતિ કરતા હતા. 6 ૬૨. વળી કાવ્યના દોષ સમજીને એ સુધારવાની શક્તિ વસ્તુપાળમાં હતી, અને એથી એને સહૃદયચડામણ ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે.૧૯ કવિતા અને કલાને એ ભાવક હતા, એટલું જ નહિ, પોતાના ખાધ અને આનંદ માટે ધાર્મિક અને સાહિત્યિક ગ્રન્થા પણ તેણે બીજા વિદ્વાને પાસે રચાવ્યા હતા. નરચન્દ્રસૂરિના કથારત્નાકર ’ અને નરેન્દ્રપ્રભસૂરિના ' 6 • અલંકારમહેાધિ ’વસ્તુપાળની વિનંતીથી રચાયા હતા ( જુએ પૅરા ૧૧૯-૧૨૧ ). એનેા ફુરસદના સમય માટે ભાગે સાહિત્યકારા અને કવિએની સેાબતમાં વીતતેા હતેા.૨૦ એણે પોતે જ નરનારાયણાનંદ ’મહાકાવ્ય (૧૬-૩૬) માં કહ્યું છે કે નાના ભાઈ તેજપાળ રાજકાર્યની પૂરતી કાળજી લેતા હતા તેથી પાતે વિદ્યાવિનાદમાં સમય ગાળી શકતા હતા. આવા મેાટા રાજકીય આધા ભાગવવા છતાં એ સ્વભાવે ઘણા નમ્ર હતેા; પેાતાના ગુરુ વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ ધર્માભ્યુદય ' મહાકાવ્યની પેાતાના હસ્તાક્ષરેામાં નકલ કરવાના સમય તેણે આટલા વહીવટી કાર્યામાંથી પણ કાઢયા હતા. સ. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪) માં લખાયેલુ આ તાડપત્રીય પુસ્તક ખંભાતના જૈન ભંડારમાં છે, અને આવા મહાન પુરુષના સ્વહસ્તાક્ષર સાત સદી કરતાં પણ વધારે સમય પછી એમાં ૧૭. કીકી, ૪--૪૦ ૧૮. પુપ્રસ', પૃ. ૬૮ ૧૯. પવિત્રાચારીરે લુચ્ચોષોળ મિવદ્ । श्रीवस्तुपालसचिवः सहृदय चूडामणिर्जयति ॥ ૨૦. કીકી, ૬ Jain Education International ( ઊરા, ૨ ) For Private & Personal Use Only ܕ www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy