SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૧ ૮. મલ્લવાદી એ વલભીના એક મહાન જૈન વિદ્વાન હતા. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રન્થા પૈકી એક ‘નયચક્ર' અથવા ‘દ્વાદશારનયચક્ર’ના તે કર્તા છે. પ્રભાચન્દ્રસૂરિના ‘ પ્રભાવકચરિત ' ( ઈ. સ. ૧૨૭૮ ) અનુસાર, જિતયશસ્ અથવા જિનયશસ, યક્ષ અને મલ્લ એ ત્રણ ભાઈ એમાં મલ્લ સૌથી નાના હતા. એમના એક મામા શ્વેતાંબર જૈન સાધુ હતા અને એમનું નામ જિનાનંદસૂરિ હતું. નંદ અથવા મુદ્દાનંદ નામે એક બૌદ્ધ સાધુએ ભૃગુકચ્છ (ભરૂચ)માં એક વાદવિવાદમાં જિનાનંદસૂરિનેા પરાજય કર્યા હતા. આથી જિનાનંદસૂરિ ભરૂચથી વલભી આવ્યા અને ત્યાં પેાતાના ભાણેજોને શિષ્ય બનાવ્યા. ત્રણેય જણુ વલભીમાં ઉચ્ચ વિદ્યાધ્યયન કરીને શાસ્ત્રનિપુણ બન્યા. જિતયશસે ‘વિશ્રાન્તરવિદ્યાધર'૧૦ નામે વ્યાકરણગ્રન્થ ઉપર ન્યાસ લખ્યા, યક્ષે ‘નિમિત્તાષ્ટાંગખેાધિની' નામે જ્યાતિષના ગ્રન્થ લખ્યા, અને મલ્લે પેાતાના સુપ્રસિદ્ધ ગ્રન્થ ‘નયચક્ર' રચ્યા. પછી મલ્લ ભૃગુકચ્છ ગયા અને પેાતાના મામાના વિરોધીને વાદમાં પરાજય કરીને તેણે ‘વાદી ’નું બિરુદ મેળવ્યું. આ ઘટનાનું વર્ષ ‘પ્રભાવકચરિત' વીરનિર્વાણુ પછી ૮૮૪ (ઈ. સ. ૩૫૮ ) આપે છે. દુર્ભાગ્યે, મૂલ નયચક્ર ' અત્યારે ઉપલબ્ધ નથી, અને મુખ્યત્વે સિંહ ક્ષમાશ્રમણ (ઈ. સ. ૭૦૦ આસપાસ ) ની ટીકાને આધારે મૂળ ગ્રન્થના પાઠનું પુનટન કરવું પડે છે. ( " ૯. બૌદ્ધ વિદ્વાન ધર્મ કાર્તિકૃત ‘ન્યાયબિન્દુ’ની ધર્માંત્તરસ્કૃત ટીકા ઉપર મલ્લવાદીએ ટિપ્પણ લખ્યું હતું એમ કહેવાય છે.૧૧ જૈન ન્યાયના ખીજા સૂચવેલાં છે. તથા મૂળ મૂળ સૂત્રેાના ટીકાકારો બીન અનેક પાયાન્તરા નાનાનુંનીયાતુ પતિ ( ‘નાગાર્જુનના અનુયાયીઓ આમ વાંચે છે’) એવા નિર્દેશ સાથે ઉતારે છે. ૧૦. આ ગ્રન્થને! ઉલ્લેખ હેમચન્દ્રે પેાતાના વ્યાકરણમાં કર્યો છે ( પુરાતત્ત્વ’, પુ. ૪, પૃ. ૯૧ ) ત્યાં વામનને એને કર્તા ગણેલા છે. ( ૨. છે. પરીખ, ઉપર્યુક્ત પૃ. ૭૬-૭૭) ૧૧. કેટલાક વિદ્વાને ધર્મોત્તરને ઈ. સ. ના ૮ મા સૈકામાં મૂકે છે. ( વિદ્યાભૂષણ, History of Mediaeval School of Indian Logic, પૃ. ૩૪-૩૫ ) વૈયાકરણ વામન, જેના ઉપર હેમચન્દ્રે ‘વિશ્રાન્તરવિદ્યાધર ’નું કત્વ આરેપ્યું છે, તે બૅંકડાનલ ( A History of Sanskrit Literature, પૃ. ૪૩૨ ) આદિના મત પ્રમાણે, પ્રાય: છઠ્ઠા સૈકામાં થઈ ગયા. ધર્માંત્તર ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી ‘નયચક્ર’ના કર્તાથી ભિન્ન ન હોય તે ‘પ્રભાવકરતે’ આપેલા પરંપરાગત વર્ષમાં કંઈક ભૂલ છે એમ ગણવું જોઈ એ. મલ્લવાદીના Indian Logic, સમયની ચર્ચા માટે જુએ વિદ્યાભૂષણ, A History of Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy