________________
પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૬૩ અમરચન્દ્ર આખાયે “મહાભારતને કવિતામાં સારોદ્ધાર આપે છે અને તેમાં પ્રત્યેક સર્ગને આરંભે વેદવ્યાસની સ્તુતિ કરે છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અમરચન્દ્ર જેને સાર આપે છે તે હેમચન્દ્રકૃત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' અને એ પ્રકારના બીજા ગ્રન્થમાં મળતું જૈન “મહાભારત” નથી, પણ ભારતીય અનુશ્રુતિઓ, પુરાણકથા અને ચિન્તનપ્રવાહને વ્યાસને નામે ચડેલે મહાન આકરગ્રન્થ છે. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે અમરચન્દ્રત બાલભારત'ના શ્રોતાઓ જેઓ મોટે ભાગે જૈન હશે–વ્યાસનું “મહાભારત સાંભળવાને ટેવાયેલા હતા. શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેને જૂના સમયથી ચાલતે આવેલે ઠેષ જેની નોંધ પતંજલિ અને બીજાઓએ કરી છે તે ગુજરાતમાં જાણે કે લેપ પામી ગયો હતો. સાહિત્યિક વિષયોમાં આવું અસાંપ્રદાયિક વલણ આકસ્મિક નહોતું, પણ સમકાલીન જીવનમાં જે પ્રશસ્ય સહિષ્ણુતા અને આદાનપ્રદાનની ભાવના પ્રવર્તમાન હતી એનું પરિણામ હતું. અગાઉના પ્રકરણમાં આપણે જોયું તેમ, આ ભાવના લગભગ અવિકલ સ્વરૂપે વસ્તુપાળના મહાન વ્યક્તિત્વમાં સાકાર થાય છે. વળી તે એ પણ બતાવે છે કે આર્યસંસ્કારિતા, જેનું જૈન ધર્મ અને સંસ્કારિતા અવિચ્છેદ્ય અંગ છે તે એક હતી; અને ગુજરાતનો સમગ્ર મધ્યકાલીન ઈતિહાસ એક એવું ચિત્ર રજૂ કરે છે, જેમાં બ્રાહ્મણ અને જૈન વિચારવલણોની આ વિશિષ્ટ એકતા નજરે પડે છે. એ એકતાએ આ સમસ્ત પ્રજાના સાંસ્કારિક જીવન ઉપર કદી ન ભૂંસાય એવી છાપ પાડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org