________________
રકર] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
૩૦૮, વસ્તુપાળના સાહિત્યમંડળને પ્રમુખ સાહિત્યકાર સંમેશ્વર હતો. ગુજરાતના ચૌલુક્ય રાજાઓને આ વંશપરંપરાગત પુરોહિત એક ઉત્તમ કવિ હતો અને અગાઉનાં પ્રકરણોમાં આપણે જોયું તેમ, સંસ્કૃતમાં સર્જનાત્મક સાહિત્યના લગભગ તમામ પ્રકારોને સુંદર નમૂના તેણે આપ્યા છે. તેણે મહાકાવ્ય, નાટક, રત્ર, મુકતકસંગ્રહ, પ્રશસ્તિઓ અને પુષ્કળ પ્રકીર્ણ શ્લેકે રચ્યા છે. આ તમામ સાહિત્યપ્રકારોમાં સેમેશ્વરે સાચી સફળતા પ્રાપ્ત કરી છે તથા એને વિશે વિના સંકોચે કહી શકાય કે મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં તેનું ઉચ્ચ સ્થાન છે, એટલું જ નહિ, પણ “કીતિ કૌમુદી' જેવાં એનાં કાવ્ય પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યને મેટા કવિ કાલિદાસ, ભારવિ, માધ આદિની રચનાઓ પછી તુરત ગુણદષ્ટિએ મૂકવાં પડે એમ છે.
૩૦૯ આ સાહિત્યમંડળના બીજા ગ્રન્થકારમાં અમરચન્દ્રસૂરિ અને નરચન્દ્રસૂરિને ઉલ્લેખ કરવો જોઈએ. અમરચન્દ્રસૂરિનું લેખનકાર્ય, અગાઉ બતાવ્યું તેમ, વિપુલ તથા અનેક વિષયને લગતું છે, પણ એમની એક જ રચના “કાવ્યકલ્પલતા'એ એમને સૌથી વધુ પ્રસિદ્ધિ આપી છે અને સંસ્કૃત સાહિત્યના તમામ અભ્યાસીઓમાં કવિશિક્ષાના વિષય પરત્વે સૌથી પ્રમાણભૂત ગ્રન્થ તરીકે એ રચના પ્રસિદ્ધિ પામી છે અને તેને બહાળો પ્રચાર થયો છે. નરચન્દ્રસૂરિ અનેક શાસ્ત્રોમાં પ્રવીણ હતા, વસ્તુપાળને તેમણે ત્રણ વિદ્યાઓનું અધ્યયન કરાવ્યું હતું (પરા ૧૧૮), અને શ્રીધરકૃત “યાયકન્ડલી” ઉપરનું તેમનું ટિપ્પણ માત્ર ન્યાયમાં જ નહિ, પણ બીજાં શાસ્ત્રોમાં તેમની અસાધારણ વ્યુત્પત્તિનું દર્શન કરાવે છે. “કેતકાર માણિક્યચન્દ્રને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ; મમટને “કાવ્યપ્રકાશને સૌથી જૂના અને સર્વમાન્ય ટીકાકારોમાંના તેઓ એક છે. બીજા કવિપંડિત વિશે આ પુસ્તકમાં એગ્ય સ્થળે કહેવામાં આવ્યું છે અને તેનું અહીં પુનરાવર્તન કરવાની જરૂર નથી.
૩૧. એ કાળે ગુજરાતની સંસ્કારિતા અને સાહિત્યપ્રવૃત્તિ સુગ્રથિત, સમન્વિત સ્વરૂપની હતી, અને એમાં બ્રાહ્મણ અને જૈન વિદ્વાન વચ્ચે પ્રશસ્ય સાંસ્કૃતિક સહકાર પ્રવર્તમાન હતો. આપણે જોઈએ છીએ કે સેમેશ્વર જેવો રાજપુરહિત જૈન મન્દિરની કવિત્વમય પ્રશસ્તિઓ રચે છે અને બાલચન્દ્ર જેવા જૈન આચાર્ય “ભાગવત પુરાણ” જેવા સમાન્ય બ્રાહ્મણ ગ્રન્થમાંથી સાહિત્યિક પ્રજને સ્વીકારે છે (પેરા ૧૫૮). વળી બીજા એક જૈન આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org