________________
પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૫ વૈશેષિક તત્ત્વમીમાંસાના અંગને પ્રાધાન્ય આપ્યું, જ્યારે ન્યાયે તાર્કિક અંગ ઉપર ભાર મૂક્યો.
૨૮૭, વૈશેષિક દર્શનના સાત પદાર્થોને પ્રારંભિક ઈતિહાસ આલેખવો મુશ્કેલ છે, પરંતુ એટલું કહી શકાય કે પરમાણુવાદ તથા વિશેષ સિદ્ધાન્ત ઘણો પ્રાચીન છે, અને એના પુરાવા પાલિ ત્રિપિટક તથા જૈન આગમ સાહિત્યમાંથી મળે છે. “મિલિન્દપહ” (ઈ. સ.ના ૧ લા સિકા આસપાસ) “નીતિ' (અર્થાત “ન્યાય”) અને “વૈશેષિક’ શબ્દો આપે છે. “સ્થાનાંગસૂત્ર' (અધ્યયન ૭), “સમવાયાંગસૂત્ર” (પૃ. ૪૦) આદિ જૈન આગમસાહિત્યના ગ્રન્થમાં તથા “વિશેષાવશ્યક ભાષ્ય” (ગાથા ૨૪૫૧-૨૫૦૮)માં તેરાસિય” અથવા બૈરાશિક નામે દર્શનનો ઉલ્લેખ છે. આ દર્શનના સિદ્ધાતોને જૈન ગ્રન્થમાં આપેલ સાર રપષ્ટ રીતે કણાદસંમત વૈશેષિક છે.* પ્રકૃતિનું બંધારણ સમજાવવા માટે જૈને એક પ્રકારના પરમાણુવાદન-પુદ્રગલેને લગતા વાદને સ્વીકાર કરે છે. જેના આ પગલવાદ અને વૈશેષિકાના પરમાણુવાદ વચ્ચે કંઈક સંબંધ હોય એમ જણાય છે. મધ્યકાળના કેટલાક જૈન લેખકોએ વશેષિક ગ્રન્થ ઉપર ટીકાઓ લખી છે એને ખુલાસો પણ આમાંથી મળી રહે છે. નરચન્દ્રસૂરિએ પ્રશસ્તપાદભાષ્યની ટીકા “ન્યાયકન્ડલી” ઉપર ટિપ્પણુ રચ્યું તથા રાજશેખરસૂરિએ (ઈ. સ. ૧૩૪૯ આસપાસ) એ જ ગ્રન્થ ઉપર પંજિકા રચી તેમાં તેઓ પોતાની પૂર્વેની આ પરંપરાને અનુસરતા હતા.
૨૮૮ પ્રશસ્તપાદભાષ્ય ઉપરની જૂની ટીકાઓ જેવી કે મશિવાચાર્યકત “બોમવતી’ (ઈ. સ. ને ૭ મો સેક), ઉદયનાચાર્યકત “કિરણાવલિ (ઈ. સ. ૯૮૪) અને “શ્રીધરાચાયત “ન્યાયકન્દલીને વૈશેષિક દર્શનના અભ્યાસીઓ ઉપર ભારે પ્રભાવ રહ્યો છે, અને એ ટીકાઓને પ્રસ્તુત દર્શનના ઈતિહાસમાં સીમાચિહનરૂપ ગણવામાં આવે છે. “ન્યાયકલી' સમેત ઉપર્યુક્ત ટીકાઓ વિદ્યાર્થીઓમાં ઘણે પ્રચાર પામી હતી અને તર્ક. શાસ્ત્રના ઉચ્ચતર અધ્યયનમાં પાચગ્રન્થ તરીકે તેઓને ઉપયોગ થતો હતો. ગુજરાતમાં વિશેષતઃ એ પરિસ્થિતિ હતી, કેમકે “ન્યાયકન્ડલી” ઉપરની ગણતર ટીકાઓમાંની બે-નરચન્દ્રસૂરિનું ટિપ્પણ અને રાજશેખરસૂરિની પંજિકા–
૨. વિન્ટરનિલ્સ : એ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, પૃ. ૨, પૃ. ૧૭૫ ૩. કીથ, ઉપર્યુક્ત, પૃ. ૧૪ ૪. એજ, પૃ. ૧૪ ૫. મહેન્દ્રકુમાર શાસ્ત્રી, પ્રમેયકમલમાર્તડ, પ્રસ્તાવના, પૃ. ૮થી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org