________________
૨૨૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સંગ્રહ કર્યો છે. (૪) ચોથા સ્તબકમાં અભિધા, લક્ષણ અને વ્યંજનાની લંબાણ સમજૂતી છે. પછી કાવ્યરચનામાં ઉપયોગી થાય એવા લાક્ષણિક શબ્દોની સૂચિ કર્તાએ આપી છે (કારિકા ૧૮૩-૨૦૬), અને એવા શબ્દ ઉપમાન તથા ઉપમેય તરીકે કેવી રીતે પ્રયોજી શકાય એ બતાવ્યું છે. અમરચન્દ્રથી ઘણું સમય પૂર્વે જેની પ્રતિષ્ઠા સ્થપાઈ ચૂકી હતી એ ધ્વનિ-સંપ્રદાયની સ્પષ્ટ અસરો આ સ્તબકમાં દેખાય છે.
૨૬૬. ત્રીજો પ્રતાને શ્લેષસિદ્ધિ શ્લેષની ચર્ચા કરે છે, કેમકે સંસ્કૃત કવિતામાં એનું સ્થાન નોંધપાત્ર હતું. એ પ્રતાન પણ ચાર સ્તબકેમાં વહેચાલે છે: (૧) કવિતામાં પ્રયોજાયેલા શબ્દોને વાચન કે પઠનમાં જુદી જુદી રીતે વહેંચીને એને જુદે જુદે અર્થ કરી શકાય એ પ્રકારની રચના કેવી રીતે થાય એની ચર્ચા શ્લેષ વ્યુત્પાદન” નામે પહેલા સ્તબકમાં છે. શ્લેષના પ્રયોગમાં ઉપયોગી થાય એવા શબ્દોની યાદી પણ અહીં આપેલી છે. (૨) ‘સર્વવન' નામે બીજા તબકમાં એક વસ્તુનું વર્ણન કરતાં, શ્લેષની સહાયથી, બીજી વસ્તુનાં ગુણ કે સ્થિતિ સૂચિત થાય એ બતાવ્યું છે, જેમકે પુરુષાદિકનું વર્ણન કરતાં તેનાં અંગ ઉપાંગના નામને લેષ થાય છે. જેમકે
હુનમનો, નાટયની જેમ; સાક્ષાવધિવિદર, દેત્યની જેમ; યુવેરિથતિચુત, કૈલાસ પર્વતની જેમ વહુતિઃ , યોદ્ધાની જેમ; ઇત્યાદિ. (૩) “ઉદ્દિષ્ટવર્ણન' નામે ત્રીજા તબકમાં, જેના તદ્દન વિભિન્ન અર્થો થાય એવા અનેકાર્થ શબ્દના પ્રયોગથી થતા શ્લેષની રચના સમજાવી છે. (૪) 'અભુતવિધિ” નામે ચોથા સ્તબકમાં વણ, ભાષા, લિંગ, પદ, પ્રકૃતિ અને પ્રત્યય તથા વચન અને વિભક્તિ વડે થતા આઠ પ્રકારના શ્લેષનાં ઉદાહરણ આપ્યાં છે, યમકરચનાના ઉપાય બતાવ્યા છે, તથા વિરોધાભાસ, પ્રશ્નોત્તર અને પુનરુક્તવદાભાસ અલંકારોનાં ઉદાહરણ આપ્યાં છે. (૫) પાંચમ ચિત્રસ્તબક છે અને એમાં અનેક પ્રકારનાં ચિત્રકાબેની ચર્ચા છે. ચિત્રકાવ્યની રચનામાં ઉપયોગી થાય એવા શબ્દોની સૂચિઓ કર્તાએ આપી છે; જેમકે, એકાક્ષરી અને દ્વચક્ષરી શબ્દ (પૃ. ૮૬-૮૭ અને ૯૪-૯૬), એકાક્ષરી ધાતુઓ (પૃ. ૯ર-૯૪), તથા બન્ને તરફથી એકસરખા જ વંચાય એવા શબ્દો (પૃ. ૧૦૦). જુદા જુદા પ્રકારનાં ચિત્રકા, જેવાં કે-સ્વરચિત્ર, વ્યંજનચિત્ર, ગતિચિત્ર, આકારચુત, માત્રાટ્યુત, વર્ણચુત આદિન તથા વિવિધ પ્રકારનાં ગૂઢ’નાં ઉદાહરણ અહીં અપાયાં છે.
૨૬૭. ચોથે અર્થસિદ્ધિ પ્રતાન સાત સ્તબકામાં વહેંચાયેલું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org