________________
૨૨૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છંદમાં પરિવર્તન કરવાનું પણ તેમણે સૂચવ્યું છે. કર્તાએ આનાં ઉદાહરણ પણ આપ્યાં છે અને એ રીતે વિદ્યાથી આગળ આ વિષય સ્કૂટ કર્યો છે. અમુક છંદમાં રચના કરવાનું વિદ્યાર્થીને આવડી જાય પછી ઈદના “મને જાણી લેવાની એને સૂચના આપેલી છે (કારિકા ૩૧), અને એ રીતે બીજા છંદમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરવાનું તેને કહેવામાં આવ્યું છે. આમ, ઉદાહરણ તરીકે, ભકિા છંદને અંતે એક લઘુ અને એક ગુરુ અક્ષર ઉમેરવાથી રદ્ધતા અને એક ગુરુ અક્ષર ઉમેરવાથી લલિતા છંદ થાય છે; વંશસ્થના સાતમા અક્ષર પછી એક લઘુ ઉમેરવાથી મંજુભાષિણી થાય છે; ઇત્યાદિ (પૃ. ૧૧). આ પ્રમાણે થોડાક છંદ જાણીને ઊગતો કવિ બધાયે મુખ્ય છંદમાં પ્રવીણતા મેળવી શકે છે. આ સ્તબકને અંતે છંદમાં યતિના સ્થાન પરત્વે કર્તાએ કેટલુંક વિવેચન કર્યું છે. (૩) છંદપૂરણ માટેના “સામાન્ય શબ્દો” વિશે ત્રીજા સ્તબકમાં માહિતી છે; આવા શબ્દો મુખ્યત્વે શીઘ્રકવિત્વમાં ઉપયોગી થતા. અનુગ્રુપ અને બીજા છંદોના આરંભે તેમજ અંતે મૂકી શકાય એવા એકથી ચાર અક્ષરના શબ્દોની સૂચિ કર્તાએ અહીં આપી છે. અનુષ્યપનાં બન્ને ચરણોમાં આ છંદપૂરણ શી રીતે થાય એનાં ઉદાહરણ તેમણે આપ્યાં છે તથા એ રીતે બીજા મુખ્ય છંદોના પણ દાખલા આપ્યા છે. (૪) ચોથા તબકનું નામ વાદશિક્ષાર છે. કર્તા વાદની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે –
वादोऽनुप्रासयुक्तोक्तिः स्वोत्कर्षः परगर्हणा।
રાત્રિાવિસંપન્ન: રશ્ચિયનાથ | (કારિકા ૪૪)
અર્થાત અનુપ્રાસયુક્ત, ઉક્તિ જેમાં પિતાની પ્રશંસા અને વિરોધીની નિન્દા હોય, વળી (વિરોધીનાં) કુલ અને શાસ્ત્રાધ્યયન પર પ્રશ્ન હોય અને પિતાના શાસ્ત્રાધ્યયનની વડાઈ હોય તે વાદ. આ વ્યાખ્યામાં સૂચવેલા તમામ મુદ્દાઓનાં યોગ્ય ઉદાહરણ ટીકામાં (પૃ. ૨૧-૨૪) આપેલાં છે અને અનુપ્રાસમાં ઉપયોગી થાય એવા શબ્દોની પણ એક સૂચિ આપી છે (પૃ. ૨૦-૨૧). પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં રાજાઓ અને મંત્રીઓની - ૪૨. પ્રાચીન ભારતમાં વાદ એ તમામ શાસ્ત્રો માટે સર્વસામાન્ય અગત્યને વિષય હતો અને તેથી વાદ વિશે સ્વતંત્ર રચનાઓ થઈ છે. બૌદ્ધ વિદ્વાન વસુબંધુએ “વાદવિધિ” નામે ગ્રન્થ રચ્યો હતો, જે અત્યારે માત્ર તિબેટન અનુવાદમાં ઉપલબ્ધ છે (વિન્ટરનિટ્સ, ગ્રન્થ ૨, પૃ. ૬૩૨; “સમેતિતર્ક, પ્રસ્તાવના, પૃ. ૭૯). વળી સિદ્ધસેન દિવાકરે એક “વાદોપનિષદ્ધવિંશિકા રચી છે, જે ઉપલબ્ધ “એકવિશતિ- દ્વાર્વિશિકામાં સાતમી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org