________________
૨૨૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
૨૬૨. આ દષ્ટિએ કાશ્મીરી લેખક ક્ષેમેન્દ્રની (ઈ. સ. ને ૧૧ મે સિકે) બે કૃતિઓ–“ઔચિત્યવિચારચર્ચા” અને “કવિઠાભરણ નોંધપાત્ર છે, કેમકે તે બન્નેય નવા કવિઓને માર્ગદર્શન આપવાની દષ્ટિએ રચાયેલી જણાય છે; આમ છતાં એ બે કવિશિક્ષાને લગતા સંપૂર્ણ ગ્રન્થ નથી, પણ એ સાથે સંબંધ ધરાવતા કેટલાક વ્યવહાર પ્રશ્નો જ ચર્ચતા હાઈ અગત્યના છે. ત્રણ પ્રસિદ્ધ જૈન આલંકારિક-હેમચન્દ્ર અને બે વાગભટને આશય યોગ્ય પાઠ્યગ્રન્થ આપવાનો હતો, અને તેથી સામાન્ય સિદ્ધાન્તોની ચર્ચા કરવા સાથે કાવ્યરચનાના પ્રત્યક્ષ કાર્યમાં સહાયભૂત થાય એવી બાબતો વિશે પણ તેમણે કેટલુંક લખ્યું છે. અહીં નોંધવું રસપ્રદ થશે કે હેમચન્દ્ર તેમજ બીજા વાગભટે ક્ષેમેન્દ્ર અને રાજશેખરમાંથી ઠીક ઠીક પ્રમાણમાં વસ્તુ લીધી છે. ૩૫ રીતસરને કવિશિક્ષાને લગતે ઉપલબ્ધ પહેલે ગ્રન્થ પણ ગુજરાતના એક જૈન લેખકની કલમમાંથી મળે છે. એ ગ્રન્થનું નામ જ “કવિશિક્ષા છે, અને એના કર્તાનું નામ જયમંગલ આચાર્ય છે. એની ઘણી જૂની તાડપત્રીય હસ્તપ્રત ખંભાતના જૈન ભંડારમાં સચવાયેલી છે.૩૬ એમાં અણહિલવાડ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રશંસાને એક શ્લોક છે તેથી કર્તા એ રાજાના સમકાલીન હોવાનું અનુમાન થાય છે; ઈસવી સનની બારમી સદીના પૂર્વાર્ધમાં તેઓ વિદ્યમાન હોવા જોઈએ. અમરચન્દ્રકૃતિ “કાવ્યકલ્પલતા એ પછી લગભગ એક શતાબ્દી બાદ આવે છે. વિનયચન્દ્રકૃતિ “કવિશિક્ષા એ જ વિષય ઉપરનો વિરતૃત ગ્રન્થ છે; ઇતિહાસ, ભૂગોળ તથા મધ્યકાલીન ભારતમાં સાહિત્યિક પરિસ્થિતિ વિશે ઘણી રસિક માહિતી એમાંથી મળતી હોઈ એ અગત્યનું છે. વિનયચન્દ્રની કૃતિની એક તાડપત્રીય હસ્તપ્રત પાટણના જૈન ભંડારમાં મોજુદ છે. આ લેખકને અનુમાને ઇસવી સનની તેરમી સદીના પૂર્વાર્ધમાં મૂકવામાં આવ્યા છે.૩૮ગમે તેમ પણ તેઓ ઇ. સ.ની બારમી સદીના પ્રારંભકાળ પહેલાં થયેલા નથી, કેમકે તેમણે કાશ્મીરી બિલણ કવિને ઉલ્લેખ કરેલ છે.૩૯ * અમરચન્દ્રકૃત ‘કાવ્યકલતા” તથા તે ઉપરની ટીકા કવિશિક્ષા
૨૬૩. આમ અમરચન્દ્રકૃત “કાવ્યકલ્પલતા' એ કવિશિક્ષાના વિષયની ૩૫. એ જ, પૃ. ૩૬૬ ૩૬. પિટર્સન, રિપેર્ટ ૧, પૃ. ૭૦-૮૦ ૩૭. પાભસૂ, પૃ. ૪૬--૫૦ ૩૮. અમ, પ્રસ્તાવના, પૃ. ૧૮ ૩૯. પાબંન્ન, પૃ. ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org