________________
ર૧] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ રિલ (પૃ. ૧૬) અને જૈમિનિ (પૃ. ૧૧૧), ભમિત્ર (પૃ. ૧૭), વક્રોક્તિજીવિત કાર (પૃ. ૨૫), નૈયાયિક ધર્મકીર્તિ (પૃ. ૪૩), માઘ (પૃ. પર), “ઉદ્દ ભટકુમારસંભવ” (પૃ. ૨૫૨),૧૭ “કાદંબરી' (પૃ, ૧૭૭), “કુમારસંભવ' (પૃ. ૧૭૮) અને “શકુન્તલા” (પૃ. ૧૯૫), “ધ્વનિ કાર (પૃ. ૨૦૦), “કંઠાભરણ (પૃ. ૨૧૬)૧૮ અને “વિદ્ધશાલભંજિકા” (પૃ. ૩૦૩)માંથી માણિજ્યચન્દ્ર અવતરણે આપ્યાં છે અથવા તેઓને ઉલ્લેખ કર્યો છે. મમટે ઉદ્ધરેલાં કેટલાંક પદ્યોનાં મૂળ સ્થાન માણિકયચન્દ્ર ખોળી કાઢ્યાં છે. આ રીતે ૧ પ્રાકૃત ગાથા આનંદવર્ધનની “પંચબાણલીલા કથા'માંથી (પૃ. ૧૪૪) અને બીજી ગાથા “વિષમબાણલીલા કથા'માંથી (પૃ. ૧૭૩) હોવાનું તેમણે બતાવ્યું છે. બીજાં કેટલાંક ઉદાહરણો “પ્રતિમાનિરુદ્ધ નાટક,”૧૯ “વેણીસંહાર” અને “માલતીમાધવ'માંથી (પૃ. ૨૬૪) તથા “રાધવાનન્દ' (પૃ. ૯૧) અને “મહાભારતમાંથી (પૃ. ૮૬) હોવાનું તેમણે કહ્યું છે. એક બ્લેક (૪-૩૯)ને મૂળ સન્દર્ભ આ પ્રમાણે તેમણે વિગતવાર આપ્યો છે – વરણાગતૃિમરજે માTયવિધ્યમિક૬ (પૃ. ૫૭); જોકે આ ભટ્ટ નારાયણ વિશે તથા કાશ્મીરના ક્યા રાજાની માતાના મરણ પ્રસંગે આ લેક રચાય એ વિશે કશું નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. માણિકયચને એક બ્લેક ખૂક
મિત્ર (પૃ. ૨૦૩) એવી નોંધ સાથે ટાંક છે, અને એમના ગુન્શી કલમે એ રચાયો હોય એ તદ્દન શક્ય છે.
ર૫૪. આ ઉપરાંત માણિક્યચન્ટે નીચેના ગ્રન્થકારે અથવા ગ્રન્થના ઉલ્લેખ ટાંકયા છે તથા એઓના અભિપ્રાયની સમીક્ષા કરી છે—કણાદ (પૃ. ૧૪), પ્રભાચકૃત ‘ન્યાયકુમુદચન્દ્ર” (પૃ. ૧૪), મુકુલ (પૃ. ૧૮, ૨૨, ૨૪), અભિનવગુપ્ત (પૃ. ૨૫, ૪૮), વામન (પૃ. ૨૫, ૨૩, ૧૫૨, ૧૮૬, ૧૮૮, ૧૯૦), ભરત (પૃ. ૧૮૯, ૧૯૧, ૧૯૨), દેડી (પૃ. ૧૮૯, ૧૯૧, ૧૯૨, ૨૪૫), ભેજ (પૃ. ૧૯૨, ૧૫, ૨૧૯, ૩૦૪), શંકુક. (પૃ. ૪૫, ૫૦), ભટ્ટ તત (પૃ. ૪૩), લે ટ (પૃ. પર), ભામહ (પૃ. ૧૨.૦, ૧૮૯, ૨૧૩, ૨૮૭), ઉભટ (પૃ. ૧૨૧, ૧૭૪, ૧૮૭, ૨૧૨, ૨૫૯, ૨૭૨, ૨૯૪),
૧૭. આ કાવ્ય પણ નાશ પામી ગયું છે. ઉલ્કટના ‘કાવ્યાલંકાર' ઉપરની પ્રતિહારદ્રાજની ટીકામાં એમાંથી અવતરણ લેવાયું છે ‘પુરાતત્ત્વ,”પુ. ૧, પૃ. ૧૮૭).
૧૮. આ ગ્રન્થમાંથી માણિકયચન્ટે અવતરણ આપ્યું નથી, પણ માત્ર નામથી એને ઉલ્લેખ કર્યો છે. કદાચ એ ભેજનું “સરસ્વતીકંઠાભરણ” હોય.
૧૯. આ લુપ્ત નાટકનો ઉલ્લેખ પણ ભરતના “નાટયશાસ્ત્ર (અ. ૧૯) ઉપરની અભિનવગુપની ટીકામાં છે. ત્યાં એનું કર્તુત્વ ભીમ નામે લેખક ઉપર આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org