________________
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આવતા હતા. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં ઉત્સાહ નામે એક વિદ્વાન હતો; એ મોટે વૈયાકરણ હતો અને એની વિદ્વત્તા શારદા દેશમાં પ્રસિદ્ધ હતી.તે એ જ ઉત્સાહ હતો, જેને કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણગ્રન્થો સાથે ગુજરાત મોકલ્યો હતો; એ વ્યાકરણોને ઉપયોગ આચાર્ય હેમચન્દ્ર પોતાનું “સિદ્ધહેમ' વ્યાકરણ રચવામાં કર્યો હતો.૧૦ મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપરની સૌથી જૂની ટીકાઓમાંની એક વસ્તુપાળના મિત્ર જૈન આચાર્ય માણિજ્યચન્દ્ર રચેલી છે (પેરા ૧૩૦); એ પ્રન્થ ઉપરની સૌથી પહેલી ટીકા
અલંકારસર્વસ્વના (૧રમા સૈકાનું બીજ અને ત્રીજુ ચરણ) પ્રસિદ્ધ લેખક, કાશ્મીરી પંડિત રૂચક અથવા રુકે રચેલી છે. ગુજરાતમાં રચાયેલી, “કાવ્યપ્રકાશ” ઉપરની બીજી એક ઘણી જૂની ટીકા, સારંગદેવ વાઘેલાના સમકાલીન (પરા ૧૨૮) જયંતભટ્ટની (ઈ. સ. ૧૨૯૪) છે; એને આધારે પાછળના એક ટીકાકાર રત્નકઠે (ઈ. સ. ૧૬૪૮–૧૬૮૧ વચ્ચે) પિતાની ટીકા રચેલી છે. ગુજરાતના વિદ્વાનોએ રચેલી “કાવ્યપ્રકાશ” ઉપરની બીજી બે ટીકાઓ છે, જે આ પહેલાં જાણવામાં આવી નહોતી. એક ટીકા જેનો સમય અજ્ઞાત છે એવા જયાનંદસૂરિની છે,૧૨ અને બીજી મહાન જૈન તાર્કિક યશોવિજયજીએ (ઈ. સ. ને ૧૭મો સંકે) રચેલી છે.૧૩
મણિકચચન્દ્રકૃત “કાવ્યપ્રકાશ-સંકેત ૨૫૧, અલંકારશાસ્ત્રના ઇતિહાસની આ આછી રૂપરેખા ઉપરથી જણાશે કે ગુજરાતમાં ખેડાતી વિવિધ વિદ્યાશાખાઓમાં અલંકારશાસ્ત્રનું મહત્વનું સ્થાન હતું. આચાર્ય હેમચન્દ્ર તથા એમના શિષ્ય રામચન્દ્ર અને ગુણચન્દ્રની (પેરા ૨૬) પછી સંસ્કૃત અલંકારશાસ્ત્રને નોંધપાત્ર લેખક તરીકે વસ્તુપાળના સાહિત્યમંડળના ત્રણ પંડિતને ઉલ્લેખ કરી શકાય. આ ત્રણ વિદ્વાનની કૃતિઓમાં “કાવ્યપ્રકાશ” ઉપર માણિક્યચન્દ્રની “સંત” નામે ટીકા
૯. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૩
૧૦. એ જ, પૃ. ૩૭૩. વળી જુઓ “સંસ્કૃતિ ફેબ્રુઆરી-૧૯૫૧માં મારે લેખ ગુજરાત અને કાશ્મીર-પ્રાચીન સાંસ્કારિક સંપર્ક.”
૧૧. દે, ઉપર્યુક્ત, પૃ. 1, પૃ. ૧૭૧ ૧૨. જિરકે, પૃ. ૯૦.
૧૩. એક મહાન વિદ્વાન તરીકેનું યશોવિજયજીનું કાર્ય જોતાં “કાવ્યપ્રકાશ ઉપરની એમની ટીકા એ એક મહત્વની રચના ગણાવી જોઈએ. થોડા સમય પહેલાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને ખંભાતના ગ્રન્થભંડારમાંથી આ ટીકાની એક અપૂર્ણ હસ્તપ્રત મળી છે. અપૂર્ણ સ્વરૂપમાં પણ આ ટીકાનું શાસ્ત્રીય સંપાદન અને પ્રકાશન જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org