________________
પ્રકરણ ૧૨ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૦૩ (પૃ. ૩૪-૩૫). એમાંને છ દૂહા નવાં પાઠાન્તરો સાથે, ૭૧ વર્ષ બાદ રચાયેલા “પ્રબન્ધચિન્તામણિમાં (પૃ. ૬૫) મળે છે; “પ્રબન્ધચિન્તામણિમાં આ પ્રસંગના બે દૂહા પણ છે, જે “પ્રબન્ધાવલી”માં નથી. આ બધા દુહા આજે પણ, અલબત્ત, અર્વાચીન ભાષાસ્વરૂપે ગુજરાત અને સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં પ્રચલિત છે. પરંતુ સાત શતાબ્દી જેટલા લાંબા સમયનું એ દૂહાઓનું સાતત્ય આ પ્રકારના સાહિત્યની વ્યાપક બૅકપ્રિયતા ઉપર પ્રકાશ પાડે છે, જેના પ્રાચીન નમૂના પ્રસ્તુત “પ્રબન્ધાવલીમાં સચવાયા છે.
પ્રકરણ ૧૨
ધર્મકથાસંગ્રહ ૨૩૭. જગતના બધા દેશનું લકકથાસાહિત્ય બતાવે છે કે વાર્તાઓ કહેવાની અને સાંભળવાની વૃત્તિ માનવસ્વભાવમાં દઢમૂળ છે. લોકકથાઓને શિષ્ટ સાહિત્યમાં કાંતિ કેવળ આનંદલક્ષી વાર્તા તરીકે સ્વીકારવામાં આવી છે અથવા સાંસારિક તેમજ ધાર્મિક વિવિધ પ્રજનો માટે એને ઉપયોગ કરવામાં આવ્યા છે. ભારતીય સાહિત્યની વાત કરીએ તો ગુણાઢય કવિની પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી લુપ્ત “બૃહત્કથા” કેવળ આનંદલક્ષી સાંસારિક વાર્તાઓને મહાન સમુચ્ચય હતો. એનાં રૂપાન્તરો પ્રાકૃતમાં સંઘદાસગણિની “વસુદેવ-હિંડી” (૫ માં સિકા આસપાસ) તથા સંસ્કૃતમાં બુધસ્વામીકૃત “બૃહત્કથા શ્લોકસંગ્રહ” (૫ મે અથવા ૬ઠ્ઠો સિકો), સોમદેવભકૃત “કથાસરિત્સાગર” અને ક્ષેમેન્દ્રકૃત “બૃહત્કથામંજરી' (આ બન્નેને સમય ઇ. સ. ને ૧૧ મો સકે) એટલાં રચાયાં છે. સુપ્રસિદ્ધ ‘પંચતંત્ર'માં લોકકથાઓનો ઉપયોગ દુન્યવી ડહાપણ અને રાજનીતિના સિદ્ધાન્તો શીખવવા માંટે કરેલા છે, જ્યારે “જાતક” તથા જન સાહિત્યમાં મળતી અનેક વાર્તાઓ ધર્મકથા અર્થાત ધર્મોપદેશ માટેની કથાઓનાં ઉદાહરણ છે.
- ર૩૮. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કથાઓનું એક વિશિષ્ટ સ્થાન છે, કેમકે જનસમાજને સહેલાઈથી અવગત થાય એવા રવરૂપમાં ધર્મસિદ્ધાન્તને ઉપદેશ કથાઓના સાધન દ્વારા સહેલાઈથી થઈ શકે એમ હતું. જૈન આગમ સાહિત્ય, પરંપરા અનુસાર, ચાર અનુયોગેમાં અથવા વિભાગોમાં વહેંચાયેલું
૯. “પ્રબંધચિન્તામણિમાંના અપભ્રંશ દુહા સાથે એનાં અર્વાચીન લોકપ્રચલિત રૂપાન્તરની સૂક્ષમ ભાષાકીય તુલના માટે જુઓ નરસિંહરાવ દિવેટિયા, “મને મુકર” ભાગ ૨ માં “રાણકદેવીના દૂહા” એ લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org