________________
૨૦૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ માને છે તેમ, “પૃથ્વીરાજ રાસો” આખોયે પાછળની રચના નથી, પણ એને મુખ્ય ભાગ ઘણે જૂન–પ્રબન્ધાવલી ના રચનાવર્ષ ઈ. સ. ૧૨૩૪ કરતાં જુનો છે, એ પુરવાર કરવામાં આ અવતરણો ઘણાં જ ઉપયોગી થયાં છે."
૨૫, આ “ પ્રબન્ધાવલી નું એક વિશિષ્ટ સાહિત્યિક મહત્ત્વ છે : એક એવા સાહિત્યિક માધ્યમનું એ ઉદાહરણ છે, જેમાં સંરક્તને કહે કે લોકભાષામય બનાવવામાં આવી હતી. એ દ્વારા સંસ્કૃતિનું જ્ઞાન લોકગમ્ય બનતું અને નિદાન ગુર્જર દેશના વૈશ્ય વર્ગમાં–સંસ્કૃતના ઉચ્ચતર જ્ઞાનને પાયો નંખાતો. આમ ‘પ્રબન્ધાવલી ” પ્રાકૃતની અસરવાળા પ્રયોગથી તરબળ છે, એટલું જ નહિ, પણ એ સમયની પ્રાદેશિક ભાષામાંથી એમાં એટલા બધા શબ્દો લેવાયા છે કે પ્રાકૃતિનું તથા પ્રાચીન–અર્વાચીન ગુજરાતીનું સામાન્ય જ્ઞાન જેને ન હોય એવા વાચકને કેટલા શબ્દો અને પ્રયોગનો અર્થ સમજવો મુશ્કેલ થઈ પડે. આવા પ્રયોગો બીજા પ્રબન્ધામાં તથા ગુજરાતના જૈનોએ રચેલા કેટલાક કથાગ્રન્થોમાં છે, અને સાધારણ રીતે ભારતના બીજા પ્રદેશોમાં તે અજ્ઞાત છે.
આ સંબંધમાં યાદ રાખવું જરૂરી છે કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સંસ્કૃત એ માત્ર પુરહિતની અને વિદ્વાનની ભાષા નહોતી, રાજદરબાર અને રાજનીતિની પણ એ ભાષા હતી, અને પ્રમાણમાં અર્વાચીન કાળ સુધી તે એક બોલાતી ભાષા પણ હતી. ગુજરાતમાં, મુસ્લિમ રાજ્યઅમલની સ્થાપના પછી પણ ખતપત્રો અને દસ્તાવેજો લોકભાષામય સંસ્કૃતમાં લખાતાં હતાં અને કચેરીઓમાં નોંધણી માટે એને રવીકાર કરવામાં આવતો હતો. પ્રજાને જે વર્ગ સંસ્કૃતિને પ્રયોગ કરતો નહોતો તેમાંને મોટો ભાગ પણ સંસ્કૃત સમજી શકતો હતો, “ અલબત, જેઓ વિદ્વાને નહોતા તેઓ જે સંસ્કૃત સમજતા અને બોલતા હતા તે કાવ્યશૈલીનું કૃત્રિમ ગદ્ય અને પદ્ય નહિ, પણ ઉપર્યુક્ત રૂઢ અને લેકભાષામય સંસ્કૃત હતું. આ રૂઢ સંસ્કૃત બોલનારાઓ પાણિનિ અથવા હેમચન્દ્રનાં વ્યાકરણને નહિ, પણ “મુગ્ધાવબોધ ઐકિતક ” જેવી રચનાઓનો અભ્યાસ કરતા હતા. ગુજરાતના શ્વેતાંબર જૈન લેખકે પિતાની કૃતિઓ વાચકોને
૫. એ જ, પૃ. ૮-૧૦
૬. “પુરાતત્ત્વ', પૃ. ૪, પૃ. ૧ થી આગળ; “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક', પૃ. ૧૧, પૃ. ૮૯ થી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org