________________
પ્રકરણ ૧૧
પ્રબન્ધ પ્રબન્ધ–સાહિત્યના પ્રકાર તરીકે અને ઇતિહાસના સાધન તરીકે
ર૩૩. પ્રબન્ધ એ ગુજરાત અને માળવાને એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર છે અને ખાસ કરીને જૈન લેખકેએ એ ખેડેલ છે. સામાન્ય રીતે સાદા સંસ્કૃત ગદ્યમાં, અને કેટલીક વાર પદ્યમાં, રચાયેલ ઐતિહાસિક કથાનકને પ્રબન્ધ નામથી ઓળખવામાં આવે છે. મેતુંગાચાયત “પ્રબન્ધચિન્તામણિ' (ઈ. સ. ૧૩૦૫), રાજશેખરસૂરિકત “પ્રબન્ધકોશ” (ઇ. સ. ૧૩૪૯ ), જિનપ્રભસૂરિકૃત “વિવિધતીર્થકલ્પ' (ઇ. સ. ૧૯૩૩માં પૂરો થયો), અને બલ્લાલકૃત “ભોજપ્રબન્ધ” (ઈ. સ. નો ૧૬ મો સંકે) એ ગદ્યમાં રચાયેલા પ્રબન્ધના પ્રસિદ્ધ નમૂન છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવક ચરિત' (ઇ. સ. ૧૨૭૭) એ પદ્યમાં રચાયેલો પ્રબન્ધસંગ્રહ છે. પ્રબન્ધકેશ'ના કર્તા રાજશેખરે પિતાને ગ્રન્થના આરંભમાં, “ચરિત' અને “ પ્રબન્ધ” વચ્ચેનો ભેદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમના કથન પ્રમાણે, તીર્થકરો, ચક્રવર્તીઓ અને અન્ય પ્રાચીન રાજાએ તથા આર્યરક્ષિતસૂરિ (જેએ વીરનિર્વાણ સં. પપ૭ માં અથવા ઇ. સ. ૩૦ માં સ્વર્ગવાસી થયા હતા) સુધીના ઋષિઓના વૃત્તાન્તો એ ચરિત્ર છે; આર્યન રક્ષિતસૂરિ પછી થયેલી વ્યક્તિઓ—સાધુ તેમજ ગૃહુથના વૃત્તાન્તને રાજશેખરે પ્રબન્ધ નામ આપ્યું છે. આવા ભેદ પાડવા માટે રાજશેખર પાસે કાઈ પ્રાચીનતર આધાર છે કે તેમણે પોતે જ આમ કર્યું છે તે આપણે જાણતા નથી. ગમે તેમ પણ, આ પ્રકારનો ભેદ દર વખતે સાહિત્યરચનામાં પળાયો નથી, કેમકે ઈ. સ. ની ૧૨ મી અને ૧૩ મી સદીમાં થયેલા કુમારપાળ, વસ્તુપાળ અને જગડુ જેવા ઐતિહાસિક પુરુષોના જીવનવૃત્તાન્તને “ચરિત્ર” નામ અપાયું છે; જેમકે–જિનમંડનકત “કુમારપાલચરિત' (ઈ. સ. ૧૩૩૫-૩૬ ), જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત ” (ઈ. સ. ૧૪૪૧), સર્વાનંદકૃત “જગડુચરિત' (ઈ. સ. ને ૧૪ મે સિકે), ઇત્યાદિ. પ્રબન્ધમાં જે કે ઐતિહાસિક વ્યક્તિઓની વાત આવે છે, પણ તેઓની રચનાને ઉદ્દેશ શ્રોતાઓને ઉપદેશ આપવાને, જૈન ધર્મની મહત્તા એમને બતાવવાને, સાધુઓને વ્યાખ્યાન માટે સામગ્રી પૂરી પાડવાને, અને જ્યાં પ્રબન્ધનું વરતુ કેવળ દુન્યવી હોય ત્યાં, લેકીને નિર્દોષ આનંદ પૂરો
૧. પ્રકા, પૃ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org