________________
પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૮૭ તેમ, આપણે માની શકીએ કે આ હસ્તપ્રત વસ્તુપાળે સ્થાપેલા ભંડારને અવશેષ છે, અને એને છેલ્લા પત્ર ઉપરના ચાર શ્લેક એની લાંબી ગ્રન્થપ્રશસ્તિને છેવટને ભાગ છે, જે પ્રશસ્તિ એ ભંડારનાં પુસ્તકને અંતે લખવામાં આવી હશે. વસ્તુપાળ વિશેનાં કોઈ ઉપલબ્ધ કાવ્યમાં આ ચાર શ્લેક નથી, તેછી એ અનુમાનનું સમર્થન થાય છે; અને વસ્તુપાળ વિશેના કોઈ સ્વતંત્ર પ્રશસ્તિકાવ્યમાંના એ લેકે છે એ મત ન્યાય કરે છે. વસ્તુપાળના પુત્ર જૈત્રસિહ પણ ગ્રન્થોની નકલ કરાવી હતી એમ જણાય છે; પાટણમાં વાડી પાર્શ્વનાથ ભંડારની કાગળની એક હસ્તપ્રતને અંતે ૧૩ શ્લોકની પ્રશસ્તિ છે,૧૧ જેમાં ચંડપથી માંડી ઊંત્રસિંહ સુધીની વંશાવલિ આપી છે તથા છેવટે ઉલ્લેખ છે કે જૈત્રસિંહના પુત્ર પ્રતાપસિંહના કલ્યાણાર્થે આ પુસ્તકની નકલ કરવામાં આવી હતી. મૂળ પુસ્તક તાડપત્ર ઉપર હાવું જોઈએ; વાડીપાર્શ્વનાથના ભંડારનાં ઘણાં પુસ્તકાની નકલ, પ્રાચીન અને જીર્ણ તાડપત્રીય પ્રતમાંના ગ્રન્થ જાળવી રાખવાની દૃષ્ટિએ, પંદરમી સદીમાં કાગળ ઉપર કરવામાં આવી તે સમયે આની નકલ પણ મૂળ તાડપત્ર ઉપરથી કાગળ ઉપર થઈ હશે.
પ્રકરણ ૯
સ્તોત્ર સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર રર૧, તેત્ર એ સંસ્કૃત સાહિત્યને એક સુપ્રજિત પ્રકાર છે, અને કેટલાંક સ્તોત્ર ઊર્મિકવિતાના ઉત્તમ નમૂનાઓ છે. સંસ્કૃત સાહિત્યના બધા પ્રકારમાં સ્તોત્ર સૌથી પ્રાચીન છે, કેમકે ભારતને પ્રાચીનતમ ધર્મગ્રન્થ ઋગ્વદ’ સ્તોત્રોને સમુચ્ચય છે. એ તેને ત્યાં સૂક્ત કહ્યાં છે. આ સૂક્તો અગ્નિ, ઈન્દ્ર, વરુણ, ઉષા અને બીજા કેટલાક દેવ વિશેનાં છે. કાળાન્તરે ધાર્મિક વિચારોમાં પરિવર્તન થયું, અને વિષ્ણુ તથા એમના અવતાર તથા શિવ એ મુખ્ય દેવ ગણાવા લાગ્યા, અને તેમને વિશે સ્તોત્રો રચાવા લાગ્યાં. શક્તિનાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા થવા લાગી, અને એ વિશે પણ સ્તોત્ર રચાયાં. “મહાભારત” અને “રામાયણમાં વિવિધ પાત્રોના મુખમાં જુદાં જુદાં સંખ્યાબંધ સ્તોત્રો મુકાયાં છે; પુરાણ અને તંત્રોમાં પણ સ્તોત્રના ઘણા નમૂના મળે છે; અને દેવ-દેવીનાં સો કે હજાર નામોના સંગ્રહ જેમ
૧૫. જૈપુણસ, પૃ. ૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org