________________
૧૭૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સત્કૃત્યોની ખૂબ પ્રશંસા કરે છે, અને બ્લેક ૬૯-૭૧ નાગેન્દ્રગચ્છના આચાર્યોને ઉલ્લેખ કરે છે, જેમાંથી વિજયસેનસૂરિએ મન્દિરની પ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. હર મે બ્લેક મન્દિર અને તે બંધાવનારાને આશિષ આપે છે અને ૭૩ મા લેકમાં સેમેશ્વર પ્રશસ્તિકાર તરીકે પિતાને ઉલ્લેખ કરે છે. છેલ્લો લેક કહે છે કે–શ્રી નેમિનાથ તીર્થંકર અને તેમની શાસનદેવી અંબિકાની કૃપાથી, અબુદાચલ ઉપરની આ પ્રશસ્તિ વસ્તુપાળના વંશને સ્વસ્તિ કરનારી થાઓ. છેલ્લે સાદા ગદ્યમાં બે વાકો જણાવે છે કે આ પ્રશસ્તિ શિલા ઉપર ટાંકણ વડે સૂત્રધાર કલ્હણના પુત્ર ધાંધલના પુત્ર ચંડેશ્વરે કતરી હતી, અને પ્રતિષ્ઠાવિધિ સં. ૧૨૮૭ ના ફાગણ વદ ત્રીજ ને રવિવારના દિવસે નાગેન્દ્રગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના હસ્તે થયો હતો.
ગિરનારના શિલાલેખેમને ગવભાગ ૨૧૦. ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખમાં છ લાંબા લેખ છે, જે સ્વતંત્ર પ્રશસ્તિ ગણવાને પાત્ર છે. છયે લેખના આરંભમાં ગદ્યભાગ આવે છે અને જેમાં લગભગ શાબ્દિક રીતે સમાનતા હોઈ એક જ લેખકની રચના જણાય છે; પણ એ લેખકનું નામ આપણે જાણતા નથી. આ ગદ્યભાગમાંથી વસ્તુપાળને કુટુંબના ઈતિહાસ વિશે કેટલીક ઉપયોગી માહિતી અને અગત્યનાં વર્ષો મળે છે, એટલે ગુજરાતના ઇતિહાસ માટે પણ તે ભાગ અગત્યનું છે.
ગિરનારના શિલાલેખમાં સોમેશ્વરના લેકે ૨૧૧, ગિરનારના શિલાલેખેમાં ઉપર્યુક્ત ગદ્યભાગ પછી મન્દિર બંધાવનારની પ્રશસ્તિ લેખે થોડાક કે આવે છે અને આ કે જુદા જુદા લેખેમાં જુદા જુદા કવિઓની રચના છે એ તેમાં જણાવવામાં આવ્યું છે. કુલ છ લેખમાંથી બેમાંનાં (ગુએલ, નં. ૨૦૭ અને પ્રાન્ચેલેસ, . ૩૮૧; ગુએલે, નં. ૨૦૯ અને પ્રાલેસ, નં. ૪૦-૩) પદ્યો સોમેશ્વરની રચના છે. પહેલા લેખમાં ૯, અને બીજા લેખમાં ૧૬ શ્લેકે છે. તમામ શ્લોકમાં પરંપરાગત પદ્ધતિની પ્રશંસા વિના બીજુ કંઈ નથી. જે રીતે પ્રશસ્તિઓની રચના થાય છે એ જોતાં એને કાવ્યગુણ સાધારણ હોય એ સમજી શકાય એવું છે, તો પણ સામેશ્વરના કેટલાક શ્લોકે સારી કવિતા રજૂ કરે છે. વસ્તુપાળનું કાવ્યરચનાપ્રાવીણ્ય તથા એની વહીવટી કુશળતા એ બન્ને સાથોસાથ વર્ણવતાં કવિ કહે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org