________________
પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૫૩ ચર્ચાઓ તથા ઉપદેશે આવે છે, જે ધાર્મિક કૃતિ તરીકેની એની લાક્ષણિકતા રજૂ કરે છે. આટલી ઉપદેશપ્રધાન સામગ્રી હોવા છતાં એમાં સાચી કવિતાના અંશો પણ ઓછા નથી. આ કાવ્યમાં કર્તાને અર્થાન્તરન્યાસને શોખ જણાય છે, અને ઉત્તમ સુભાષિત લેખે ગણાય એવા સંખ્યાબંધ લેકે એમાં છે.૨૫ ભાષા અને ગદ્યરચના ઉપર કવિનું પ્રભુત્વ નોંધપાત્ર છે.
અમરચન્દ્રકૃત “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિસ-ચરિતાનિ
૧૮૧. અમરચન્દ્રસૂરિકૃત “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિતાનિ ” એ જે કે મહાકાવ્ય નથી તેમ એક તીર્થકરનું સંક્ષિપ્ત ચરિત્ર નથી, તો પણ એનું વિહંગાવલોકન અહીં કરવું ઉચિત થશે. “પદ્માનંદ મહાકાવ્ય માં પણ પ્રથમ તીર્થકરનું જીવન છે, તે આ કૃતિમાં પ્રથમ તીર્થકર સમેત ચોવીસે તીર્થકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્ત છે, અને એ રીતે “પદ્માનંદ મહાકાવ્ય ” ની પહેલાં રચાયેલી હોવા છતાં આ કૃતિ જાણે કે એના પરિશિષ્ટરૂપ બની જાય છે (પંરા ૧૦૬. ) એમાં કુલ ૧૮૨ લે છે. પ્રત્યેક તીર્થકર વિશેની હકીકત કર્તાને સંક્ષેપમાં આપવાની છે, અને તેથી કાવ્યાલંકારો કવનને અહીં અવકાશ નથી. પ્રત્યેક તીર્થકરને માટે કર્તાએ નીચેની વિગતે ટૂંક માહિતી આપી છેઃ (૧) પૂર્વજન્મ કે જન્મ, (૨) માતાપિતા, (૩) તીર્થંકરના નામની સમજૂતી, (૪) માતાના ગર્ભમાં આવ્યાના, જન્મના, દીક્ષાના અને મુક્તિના દિવસો, (૫) ચૈત્યવૃક્ષની ઊંચાઈ, (૬) તીર્થકરને પરિવાર, જેમાં ગણધરો, સાધુ-સાધ્વીઓ, ચતુર્દશ પૂર્વધરે, અવધિજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, કેવલીઓ (સવા), ક્રિય લબ્ધિ (પોતાના શરીરનું રૂપ ઇચ્છાનુસાર બદલવાની શક્તિ) ધરાવનારાઓ, શ્રાવક-શ્રાવિકાઓ આદિને સમાવેશ થાય છે, (૭) કુમાર યુવરાજ, રાજા ( જ્યાં લાગુ પડતું હોય ત્યાં), છઘરથ ( અસર્વજ્ઞ સંપૂર્ણ જ્ઞાનથી વંચિત) અને કેવલજ્ઞાની તરીકે તીર્થકરે ગાળેલાં વર્ષો.૨૬
માણિકયચન્દ્રકૃત શાન્તિનાથચરિત' અને પાશ્વનાથચરિત'
૧૮૨. છેલ્લે માણિક્યચન્દ્રની બે રચનાઓ– શાન્તિનાથચરિત' અને પાર્શ્વનાથચરિત' ઉપર આપણે આવીએ છીએ. ધાર્મિક ચરિત્રને “મહાકાવ્ય” કહેવાની જેની પરંપરા મુજબ ( પેરા ૧૬૬ ) આ બન્ને રચનાઓને
૨૫. કાપડિયા પદ્માનન્દ મહાકાવ્ય ની પ્રસ્તાવના, પૃ. ૧૫ ટિપ્પણ, જેમાં સુભાષિતોનાં કેટલાંક ઉદાહરણ આપ્યાં છે.
૨૬. એ જ, પૃ. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org