________________
રણ હું ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૨૭
નોકરા પણ લેવાયા. જેમની પાસે વાહન નહાતું એમને વાહન અપાયું, દ્રવ્ય નહાતું. એમને દ્રવ્ય અપાયું, અને વસ્ત્રો નહાતાં એમને વસ્ત્ર અપાયાં. માર્ગમાં આવતાં સર્વ નગરામાં સધાયોગ્ય સત્કાર કરવામાં આવ્યા હતા. સંધમાંનાં સ્ત્રીપુરુષો જિનેશ્વરની સ્તુતિનાં ગીત ગાતાં હતાં અને માર્ગ માં આવતાં મદિરામાં જિનમૂર્તિઓની પૂર્જા કરતાં હતાં. શત્રુ ંજયના શિખર ઉપર પહોંચીને મંત્રીએ કપર્ધી યક્ષની પૂજા કરી. ત્યાં તેણે નેમિનાથ અને પાર્શ્વનાથનાં સુન્દર મદિરા કરાવ્યાં, અને પાર્શ્વનાથના મંદિરના સભામડપમાં પેાતાના પૂર્વજો, ભાઇ અને મિત્રાની અશ્વારાહી મૂર્તિઓ કરાવી, અને ઉનાળામાં પણ જેમાં પાણી રહે એવું સુન્દર સરેાવર એ પર્વતની પાસે કરાવ્યું (શ્લેાક ૩૧-૩૬). ત્યાં બેત્રણ દિવસ રાકાઈ ને (ક્લાક ૩૭)પ સર્વે રૈવતક (ગિરનાર) પર્વત ઉપર ગયા અને ત્યાં નેમિનાથના મંદિરમાં પ્રવેશીને સુગંધી પદાર્થોથી દેવની પૂજા કરી, જેથી આખે પર્વત સુવાસિત થઈ રહ્યો. રાજકાચની ચિન્તા ભૂલીને વસ્તુપાળે ત્યાં ઘણા દિવસ ગાળ્યા (શ્લાક ૬૯). પછી પ્રભાસ પાટણું જઈ ને તીર્થંકર ચન્દ્રપ્રભુને વંદન કર્યાં, ભક્તિપૂર્વક સામનાથની પૂજા કરી, અને યાયાને દાન આપતાં આપતાં તે ધાળકે પાછો ફર્યો. ત્યાં પ્રત્યેક માર્ગ ઉપર નગરની સ્ત્રી મંત્રીનું દર્શન કરવા માટે એકત્ર થઈ, કેમકે પૂર્વે સેંકડા વાર ભૈયા છતાં પ્રિયદર્શનની તૃપ્તિ થતી નથી. નગરમાં આવીને વસ્તુપાળે પાતાના ઇન્દ્ર જેવા સ્વામીના ચરણુમાં નમસ્કાર કર્યા અને સંધનાં યાત્રાળુઓને! સત્કાર કરીને એમને વિદાય આપી (શ્લાક ૭૭), કણુ જેવા દાનેશ્વરી વસ્તુપાળ પેાતાનું બંદી–પ્રાક્ત યાગાન સાંભળતાં સાંભળતાં, ‘જય પામેા' એવાં આશીર્વચન ઉચ્ચારીને સામેશ્વર આ કાવ્યની સમાપ્તિ કરે છે (શ્લેાક) ૭૮).
૧૪૫. આમ એક સમકાલીન નાયકનાં યોગાન ગાવા માટે ‘કીર્તિ કૌમુદી'ની રચના થઈ છે, પણ મહાકાવ્યનાં શાસ્ત્રોક્ત લક્ષણા અણીશુદ્ધ જાળવીને એ રચાયું છે. એક ઐતિહાસિક પુરુષના જીવનને આધારે (‘સદાશ્રયે’) એ લખાયું છે, અને એના નાયક ચતુરાદાત્ત છે. આ કાવ્યમાં સામેશ્વરે સરળ અને પ્રાસાદિક વૈદર્ભી રીતિના પ્રયાગ કર્યા છે, જે પ્રસ્તુત સ્થાનાએ
શત્રુજય ઉપર
૫. આ કથન નોંધપાત્ર છે, કેમકે અત્યારે જૈન યાત્રાળુએ રાત રોકાતાં નથી. સુસં. ( ૯-૪૩ ) અનુસાર, શત્રુંજય ઉપર વસ્તુપાળ આઠ દિવસ રોકાયા હતા. આ વિધાનને વસ્તુપાલરિત ' અનુમેાદન આપે છે ( ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૯, ટિપ્પણ ). ગમે તેમ, પણ એ દિવસેામાં ચાત્રાળુએ પર્વત ઉપર જ કેટલીક રાત્રિએ ગાળતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org