________________
૧૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨
પ્રબન્ધામાં સચવાયાં છે. એમને વસ્તુપાળે વિપુલ પ્રીતિદાન આપ્યાં હતાં. વસ્તુપાળનાં કુટુ’બી જનેાની કાવ્યરચના
૧૩૪, વસ્તુપાળનાં કેટલાંક કુટુંબી જનાએ કાવ્યરચના કરી હાવાની હકીકત પ્રબન્ધામાં આપેલી છે એ નોંધવું અહીં રસપ્રદ થશે. `ટલાક શ્લોકા તેજપાળના આપવામાં આવ્યા છે;૨૦૨ એમાં આબુ ઉપર યશેાવીરને સત્કાર કરતાં તેણે કહેલા ક્લાક ખાસ નોંધપાત્ર છે.૨૦૩ તેજપાળની વિદુષી પત્ની અનુપમા જેને સર્વદર્શનેાના અનુયાયીઓ પ્રત્યેના સમભાવને કારણે ડ્ દર્શનમાતા’ તરીકે એળખવામાં આવતી હતી તેના ઉલ્લેખ એક ‘કંકણુકાવ્ય’ (સ્ત્રીની રચના ?) કરનાર તરીકે થયા છે, અને ‘કકકાવ્ય' તરીકે ગણાયેલા એ શ્લાક પણ પ્રશ્નધમાં આપેલા છે. ૨૦૪ વસ્તુપાળના પુત્ર જયંતસિહુ અથવા જંતિસંહ, જે આપણે અગાઉ જોયું તેમ (પૅરા ૧૧૭ અને ૧૨૬), વિદ્યાવિલાસી હતા તેણે પેાતાના પિતાના અવસાનકાળે કહેલા શ્લાક એક કરતાં વધારે પ્રબન્ધામાં આપવામાં આવ્યા છે.૨૦૫ એક પ્રકારના સાહિત્યિક વાતાવરણમાં ઊછરેલી વ્યક્તિ પોતે કવિ ન દ્વાય તેપણ અમુક વિશિષ્ટ પ્રસંગ ક પરિસ્થિતિના સ્પર્શથી કાવ્યરચના કરી શકે એમાં કઈ આશ્ચર્ય નથી. એ રીતે પ્રબન્ધામાં આપેલી આ હકીકતા વિશે સંદેહ કરવાનું કારણ નથી.
અજ્ઞાતનામાં કવિએ ૧૩૫. આ ઉપરાંત ખીજા અનેક એવા કવિએ હતા, જેમનાં નામ તવામાં નથી, પણ જેમણે વિવિધ પ્રસંગોએ કહેલા વસ્તુપાળના સ્તુતિશ્લોકા પ્રબન્ધામાં સચવાયા છે. અજ્ઞાતનામ કવિના આવા પ્રશસ્તિલાંકાની સંખ્યા કદાચ એક સા કરતાં પણ વધારે થવા જાય છે; એ સર્વના રચિયતાઓને વસ્તુપાળે જુદી જુદી રીતે ઉત્તેજન આપ્યું હતું તથા એમને વિપુલ પ્રીતિદાન અપાયાં હતાં એવી નોંધ પ્રબન્ધામાં વારવાર કરવામાં આવી છે. આ કવિએમાં સંખ્યાબંધ ભાટચારણા પણ હતા, જેમણે અપભ્રંશ દુહામાં પાતાના આશ્રયદાતાની સ્તુતિ કરી છે.૨૦૬ અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં મુક્તકા અને સુભાષિતાની રચના માટે દુ। એ સૌથી વધુ પ્રચલિત છંદ હતા એ જાણીતું છે.
૨૦૨. પુપ્રસ', પૃ. ૭૦; પ્રકા, પૃ. ૧૦૨
૨૦૩. ૧૨, ૮૪-૨૧૦
૨૦૪, પુપ્રસ', પૃ. ૬૬; વળી જુએ પૃ. ૭૦
૨૦૫. વ, ૮-૪૮૦
૨૦૯. ઉદાહરણ તરીકે જુએ પુપ્રસ', પૃ. ૬૩-૬૪; ઉત, પૃ. ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org