________________
૧૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એને અભિન્ન ગણવાનો પ્રયાસ ડો. ભાંડારકરે કર્યો છે.૧૮૮ જો કે આ માત્ર એક તક જ છે, અને એ માટે કઈ ઐતિહાસિક પુરાવો નથી. સંવત ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૧)માં શત્રુંજય ઉપર કોતરાયેલા એક લેખમાં (જુઓ ટિપ્પણ ૧૧૫) એ પ્રશસ્તિપદિકાના કર્તા તરીકે પ્રાગ્વાટ જયંતના પુત્ર મદનને ઉલ્લેખ છે, પણ તે ઉપર્યુક્ત મદન હશે કે બીજો કોઈ એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. “ પુરાતન–પ્રબન્ધ સંગ્રહ” નોંધે છે કે વસ્તુપાળની સભામાં મદન અને હરિહર (પેરા ૮૦-૮૪) નામે બે કવિઓ હતા તેઓ પરસ્પર ખૂબ મત્સર કરતા હતા, આથી વસ્તુપાળે પોતાને દૌવારિકને આજ્ઞા કરી હતી કે “જ્યારે આ બેમાંથી એક પંડિત અંદર હોય ત્યારે બીજાને પ્રવેશ કરવા દેવો નહિ.” પણ એક વાર મંત્રીની સાથે હરિહર વિદ્યાવિદ કરતે હતો ત્યારે મદન આવી પહોંચ્યો અને તેણે કહ્યું
हरिहर परिहर गर्व कविराजगजाङ्कशो मदनः । એ સાંભળીને હરિહરે તુરત પ્રત્યુત્તર આપ્યોमदन विमुद्रय वदनं हरिहरचरितं स्मरातीतम् ॥
પછી એમના વાદને અંત લાવવા માટે મંત્રીએ વિનોદમાં કહ્યું : “જે શંઘકવિત્વથી સો કાવ્ય રચી કાઢે એને હું મહાકવિ કહે.” એટલે મદને નારિયેળના વર્ણનનાં સો કાવ્ય રચ્યાં; હરિહર માત્ર સાડની રચના કરી શ; એટલે મંત્રીએ કહ્યું કે “ હરિહર તે હાર્યા.” આથી કોઈ ગામડિયા વણકરે વણેલાં પુષ્કળ ગામઠી વસ્ત્રો અને રાણીઓને પહેરવા લાયક, લાંબે સમયે વણાયેલ એકાદ કીમતી વસ્ત્ર વચ્ચેનો ભેદ પાડતો એક બ્લેક તત્કાલ કહીને હરિહરે એમ બતાવવા પ્રયત્ન કર્યો કે કવિતાના વિષયમાં પ્રમાણનું નહિ, પણ ગુણનું મહત્ત્વ છે–
रे रे ग्रामकुविन्द कन्दलयता वस्त्राण्यमूनि त्वया गोणीविभ्रमभाजनानि बहुशः स्वात्मा किमायास्यते । अप्येकं रुचिरं चिरादभिनवं वासस्तदासूत्र्यतां यन्नोज्झन्ति कुचस्थलात् क्षणमपि क्षोणीभृतां वल्लभाः॥
આ સાંભળી મંત્રીએ હર્ષથી બન્નેને સત્કાર કર્યો.૧૮૯ ‘પુરાતન પ્રબન્ધ-સંગ્રહ આપેલી હકીકતોને કૃષ્ણકૃત “સુભાષિતરત્નકોશ'નું અનુમોદન મળે છે, કેમકે હરિહર અને મદનની સ્પર્ધા સૂચવતા લેકે એમાં ઉદ્દત થયેલા છે. ૧૯૦
૧૮૮. ભાંડારકર, રિપેર્ટ ૪, પૃ. ૭૭ ૧૮૯. પુપ્રસં, પૃ. ૭૭ ૧૯૦. ભાંડારકર, ઉપર્યુક્ત, પૃ. ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org