________________
સમર્પણ એક આઠ ગુણે ભર્યા, એક આઠ (૧૦૮) શ્રી રાજ; એકસો આઠ પ્રકરણ તણુ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભે, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અડું થઈ ઉજમાલ.
(“ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દે એ રાગ) જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે,
પાવન અવનિ આ કરી અવતારે રે; ભારત તિર્ધાર જે આ કાળે રે,
વિરલ વિભૂતિ વિશ્વને ઉજાળે રે...જે ધર્મમૂત્તિ દિવ્ય તિ આત્મચંદ્ર જે રાજચંદ્ર રે,
દિવ્ય આત્મગતા ગાન ગાયું સુઈદે રે; સાક્ષાત્ જે પ્રગસિદ્ધ સમયસારે રે,
કર્યો જગત ઉપકાર ધર્મઉદ્ધારે રે....જે ધર્મમૂર્તિ કૃતિઓ જે સુકૃતી તણું જ જયંતિ રે,
કીર્તાિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસતી રે,
શાંત સુધારસ ધારને વરવંતી રે....જે ધર્મમૂર્તિ આત્માર્થ અમૃતપાન જેણે બેખું રે,
સત્ ધર્મનું સત્ તત્ત્વ જેણે શોધ્યું રે, મૂળમાગ ઉદ્ધાર જેણે કીધું રે,
આત્મસિદ્ધિને લાભ જેણે દી રે....જે ધર્મમૂત્તિ તે રાજચંદ્ર પદાજમાં ઉલ્લાસે રે,
ગ્રંથ સમર્યો એહ ભગવાન દાસે રે; દિવ્ય ચરિત્ર રાજચંદ્રનું ગાવંતે રે,
જય જય જય રાજચંદ્ર ! જગ જયવંતો રે... જે
મુંબઈ ૨૦૨૨, દ્વિ. શ્રાવણ શુદી પૂણિ મા.
ભગવાનદાસ