SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર આદિના મંગલાચરણના વિવેચનરૂપ જે અપૂર્વ પ્રવેશક લખ્યા છે (અં.૯૫૬-ર૩, ૨૬, ૨૭) તે શ્રીમદને તે તે ગ્રંથનું ગૌરવ કેવું હૃદયે વસ્યું છે તેના અમર સાક્ષી છે. મનઃસુખભાઈ કિરતચંદ શ્રીમદના સાક્ષાત્ સમાગમની નંધમાં શ્રીમદે વીતરાગવાણી અંગે ઉચ્ચારેલા વચને નેધે છે કે –“પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં છે ૪ ૪ શાસ્ત્રને જાલ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનાં વચન. એ વચન સમજાવા દષ્ટિ સમ્યગ જોઈએ. ૪ ૪ “જ્ઞાન એહિજ આતમા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તે એ જ્ઞાન અવરાયેલું છે, તેને ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સાધનરૂપ છે પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સમ્યગ જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે; અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. હું જ્ઞાન છું હું બ્રહ્મ છું એમ પોકાયે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂ૫ થવા સતશાસ્ત્રાદિ સેવવાં જોઈએ.” આ બધું સૂચવે છે કે શ્રીમદને સતકૃત–પરમથુતને જગતુ પ્રત્યે કેટલે પરમ ઉપકાર છે તેને પૂર્ણ નિશ્ચય હૃદય વસ્યું હતું. આ સત્ શ્રતને–વીતરાગ પરમ શ્રતને ઉપકાર કે છે, એ શ્રીમદના આ કેલ્કીર્ણ પરમ અમૃત વચન ડિંડિમનાદથી ઉદ્દઘાષણ કરે છે– અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણ, હારિણું માહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” (મોક્ષમાળા) વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ, મંત્ર તંત્ર ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એવો કેઈ ઉપાય હેય તે તે વીતરાગને ધર્મ જ છે. (અંક ૯૦૩). વીતરાગ ત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જો કે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓને યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગત પરમપકારી છે, અને તે જ અર્થે થઇને મહતપુરુષોએ એકલોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. (ખં, ૭૫૫). જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાંસુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમા સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વત્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં મતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (અં. ૫૭૫).
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy