________________
તીવ્ર અસાતાદિયમાં પરમ અદ્દભુત સમતા : અવ્યાબાધ સ્થિરતા ૭૩૭
તે સન્માર્ગને ગવેષતા–પ્રાપ્ત કરવા ઈચ્છતા મુમુક્ષુ આત્માથીજનને અપૂર્વ માર્ગદર્શન આપતા શ્રીમદ્દ અત્ર અમૃતપત્રમાં આત્મકલ્યાણના પરમ કારણરૂપ અનન્ય સસાધન પ્રકાશે છે–તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈછિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસ રહસ્યવાક્યમય સશાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિવડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.” આમ જ્ઞાનીઓએ આચરેલ અને બાધેલો સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રમય સનાતન સન્માર્ગ અને તે સન્માર્ગ પ્રત્યે લઈ જતા સસાધનોને સંક્ષેપમાં અપૂર્વ પ્રકાશ કરી, પરમ ભાવિતાત્મા પરમ વીતરાગભૂત્તિ શ્રીમદ્ આ અમૃત પત્રના અંતે અષ્ટપ્રાભૂતની આ અપૂર્વ વૈરાગ્યભાવનાપ્રેરક અમર ગાથા અવતારે છે'भीलण नरयगईए, तिरियगई। कुदेवमणुयगईए । पत्तोसि तिव्वदुःखं, भावहि जिणમાવા નવા ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં છે જીવ! તું તીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોને આત્યંતિક વિયેગા થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” અર્થાત્ અશાતાના ઉદયમાં ગભરાઈ જતા ને આકુળવ્યાકુળ થતા કઈ પણ મુમુક્ષુ જીવને અને એમ કરીને જાગ્રતિ આપી છે કે હે જીવ! તું નરકાદિગતિમાં આવી ભીષણ યાતના પામે છે–તીવ્ર અશાતા ઉદય પામે છે, તે આ તારી અશાતાને ઉદય તે શું વિસાતમાં છે? તે હવે તું તે અનંત દુઃખને નાશ થઈ અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય એ અર્થે પરમશાંત સ્વરૂપસ્થ શુદ્ધ સહજાત્મસ્વરૂપ સ્વામી જિન ભગવાનનું સ્વરૂપ ચિંતવ! ભાવ! . આમ ગોધાવીના એક મુમુક્ષુ શ્રી વનમાલીભાઈ અકસ્માત હાડકું ભાંગી જવાથી તીવ્ર અસાતાઉદય વેદતા હતા, તેમને ખાસ આત્મજાગૃતિ અર્થે પરમ ઉપશમઔષધરૂપ થઈ પડે એવી આ અમૃતપત્રની અમૃતમાત્રા ભવરેગના ભિષગવર શ્રીમદે પાઠવી હતી, પણ પરમ અમૃત શ્રીમદૂની આ અમૃતમાત્રા તો જગમાં ત્રણે કાળને વિષે કઈ પણ મુમુક્ષુ આત્માથીને અસાતાના ઉદયમાં કે અંતિમ આરાધનામાં પરમ આત્મશાંતિ અને આત્મજાગૃતિ અર્પે એવી પરમ ઉપકારી થઈ પડે એવી છે અને પરમ અમૃત (Immortal, nectarlike) શ્રીમદ્દ જગતને અમૃત સંદેશો આપતે આ અમૃતપત્ર તો જ્ઞાનીઓના સનાતન સન્માર્ગનું સ્વરૂપ સંક્ષેપમાં સંપૂર્ણ પણે પ્રકાશી સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને આ અમૃતમાર્ગનું અપૂર્વ માર્ગદર્શન કરાવે એવે છે. ખરેખર! ત્રિભુવનને હિતરૂપ પરમ મધુર અમૃતબેલ પ્રકાશતા સાક્ષાત્ પ્રયોગસિદ્ધ સમયસાર શ્રીમદે અત્ર અમૃતપત્રમાં સમયસાર–પ્રવચનસારઆદિને સાર ભર્યો છે અને અશાતા ઉદયમાં શાંતિ અમૃતનું પાન કરાવતા અમૃતકુંભ જગને ભેટ ધર્યો છે ! અને આમ અશાતાઉદયમાં જેણે જગને અચિંત્ય ચિંતામણિનિધિ જે સમતાનો અપૂર્વ અ-૯૩