________________
તીવ્ર અસાતાઉદ્દયમાં પરમ અદ્ભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા
(Race) ચાલી હાય ! આવા મહા આત્મપરાક્રમી પુરુષા અશાતાઉદયમાં કારણવિશેષને લઈ ઔષધ ગ્રહણ કરવું પડે તેા નિર્દોષ ઔષધાદિ કેવી રીતે ગ્રહણ કરતા તે બતાવે છે—કેટલાક કારણવિશેષને ચેાગે વ્યવહારદષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાક્રિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.' અર્થાત્ ધ સાધનરૂપ-સંયમસાધનરૂપ શરીરના આરોગ્ય અર્થે, આત્મઆરોગ્ય અને આત્મસમાધિની જાળવણી અર્થે, અન્યના અનુરોધ અર્થે—એ આદિ કેટલાક કારણવિશેષને ચેાગે વ્યવહારદૃષ્ટિથી જે ગ્રહણ કરવામાં કોઇ હિંસાદિ દોષ ન હાય એવા નિર્દોષ નિરવદ્ય ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ ગ્રહણ કરતા; અને તે પણ આત્માને આત્મસ્વરૂપની મર્યાદામાં રહેવાને બાધા ન ઉપજે એમ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પણ મુખ્યપણે તેા નિષ્કષાય વીતરાગ શુદ્ધ સ્વરૂપમાં શમાઈ જવારૂપ ઉપશમને જ સર્વેîત્કૃષ્ટ-ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા—અત્યંત એકનિષ્ઠ ભક્તિથી સેવતા. અને આવા તીવ્ર અસાતાઉદયમાં જે પરમ આત્મપરાક્રમી પરમ પુરુષ શ્રીમદે તેમજ આચરણ કર્યું હતું અને પરમ ઉપશમરૂપ ઔષધનું જ સેવન કર્યું હતું, તે શ્રીમદ્ તેમ કરવા માટે તે મહા જ્ઞાનીપુરુષા કેવી અનુપમ વિધિનું અનુસરણ કરતા, તેનું આ અમૃત શબ્દોમાં (Immortal, nectarike) સ્વાનુભવસિદ્ધ દશન કરાવે છે
૭૩૫
‘(૧) ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્પણ શરીરથી પણ ભિન્ન અવલાકવાની દૃષ્ટિ સાધ્ય કરી,
(૨) તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હેાવાથી અખંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાંસુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી,
(૩) જે શુભાશુભ પિરણામધારાની પરિણિત વડે તે શાતા અશાતાના સયુધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ,
(૪) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમાઁદામાં રહેલા તે આત્મામાં જે થલ સ્વભાવરૂપ પિરણામધારા છે તેના આત્યંતિક વિયાગ કરવાના સન્મા` ગ્રહણ કરી,
(૫) પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્રયાગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ,
જેમ ઉપરમિત થવાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહેજ પરિણામરૂપ સ્વભાવ કરવા ચાગ્ય છે. મહાત્માઓની વારવાર એ જ શિક્ષા છે.’
આમ જ્ઞાનીએના સનાતન સન્માની આ અનુપમ અનન્ય સ્વયં આચરેલી વિધિ શ્રીમદ્દે અત્ર અમૃતપત્રમાં થોડા પણ મહાગ્રંથા ગંભીર શબ્દેોમાં પ્રગટ પ્રકાશી છે. તેના આ અદ્ભુત સંકલનામદ્ધ પંચ કલમવાળા પંચસૂત્રને કલમવાર પરમાથ આશય વિચારીએ તા—(૧) ઉપયાગ એ આત્માનું સનાતન–કદી પણ નાશ ન પામે એવું સદા વર્તમાન સન્નાસ્થાયી શાશ્વત લક્ષણ છે, તે ઉપયાગલક્ષણે ‘સનાતન– સ્ફુરિત’–સદાય સ્ફુરી રહેલા આત્મા દેહથી નાકમ`થી જૂદો છે એટલું જ નહિં પણ