________________
૭૧૮
અધ્યાત્મ રાજચંદ્ર થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે, અને તે પુરુષ મુક્ત થાય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.”—આવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપના સ્વામી સાક્ષાત્ સમયસારભૂત જીવન્મુક્ત હતા શ્રીમદ્દ! “પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરે એમ નિગ્રંથ કહે છે? (હા. નં.૧-૧), એમ નિગ્રંથના પંથને અનુસરતાં પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી જે પરમ ભાવનિગ્રંથે આત્માને તેનાથી વ્યાવૃત્ત કરી સાક્ષાત્ સમયસાર–શુદ્ધ આત્મા પ્રગટ પ્રાપ્ત કર્યો હતે, “જાગૃતસત્તા, સાયકસત્તા આત્મસ્વરૂપ” (હા. મેં. રૂ. ૨૧) સિદ્ધ કર્યું હતું,—એવા આત્મસિદ્ધ સાક્ષાત્, સમયસાર–પ્રગસિદ્ધ સમયસાર હતા શ્રીમદ્દ!
અને આમ નિગ્રંથના પંથને અનુસરતાં જેને સાક્ષાત સમયસારદશા પ્રગટી છે એવા સ્વરૂપસ્થ થયેલા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આત્માનુભવસિદ્ધપણે આ સ્વરૂપસ્થ : થવાને પરમનિગ્રંથ માગ ઉદ્ઘેષે છે–“અનંત અવ્યાબાધ સુખને અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શેભે છે, જયવંત છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત એ જીવ ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થી થવા ગ્ય છે.' (નં. ૯૦૧). અને “જડ ને ચેતન બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન'—એ અમર કાવ્યમાં પણ આ જ પરમ નિગ્રંથ માર્ગ ઉદ્ઘેષે છેઆ જડ અને આ ચેતન એમ બન્ને દ્રવ્યને ભિન્ન સ્વભાવ જેને સુપ્રતીતપણે–સારી પેઠે સમ્યફ આત્મપ્રતીતપણે સમજાય છે; આ ચેતન એ જ નિજ-પિતાનું સ્વરૂપ છે અને જડ તે સંબંધમાત્ર–માત્ર સંગસંબંધરૂપ જ છે અથવા તે ય એવું જડ પદ્રવ્યમાં જ ગણાય છે;–એ અનુભવને પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને જડથી ઉદાસી– ઉદાસીન થઈ આત્મવૃત્તિ થાય છે,–હું આત્મામાં જ વસ્તુ એવી આત્મવૃત્તિ થઈ આત્મામાં જ વર્તાવારૂપ આત્મવૃત્તિ થાય છે, અને તે જ કાયાની માયા વિસારી સ્વરૂપે શમાયા છે એવા નિગ્રંથને પંથ એ જ ભવના અંતને ઉપાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. અને આમ જેને જડ-ચેતનને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે છે, તેને બન્ને દ્રવ્ય નિજ નિજપિતાપિતાના રૂપે સ્થિત થાય છે. અપૂર્વ આત્મસામર્થ્યાગની ઊર્ધ્વ ભૂમિકામાં– અમૃતાનુભવદશામાં ઝીલતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદે અપૂર્વ આત્માનુભૂતિના ઉલ્લાસની કેઈ ધન્ય ક્ષણે સંગીત કરેલું આ પરમ નિગ્રંથમાર્ગની ઉદ્દઘોષણા કરતું અમર કાવ્ય આ રહ્યુંજડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્ત થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે માયાએવા,નિગ્રંથને પંથ ભવઅંતને ઉપાય છે.”