________________
પ્રકરણ સામું શુદ્ધ ચૈતન્ય ધ્યાન
આનંદધન ચેતનમય મૂતિ,
શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે.'—શ્રી આનંદઘનજી
આવી શુદ્ધ આત્માપયેગમાં અખંડ સ્થિતિરૂપ અપ્રમત્ત યાગધારા જેને વહી રહી હતી, એવા શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યના ધ્યાનની શ્રેણી પર આરહી રહ્યા હતા. ‘વિચારની તીક્ષ્ણ પરિણતિથી અને બ્રહ્મરસ પ્રત્યેની સ્થિરતાથી' સમયે સમયે જેને અન ંતા સંયમપરિણામ વમાન થઇ રહ્યા હતા, એવા બ્રહ્મરસના ભોગી શ્રીમદ્દની શુદ્ધ ચૈતન્યની ધ્યાનધારા સમયે સમયે અનવગુણુવિશિષ્ટ વષઁમાન પરિણામને પામી રહી હતી. અધ્યાત્મજીવનના પ્રથમ તમક્કાથી પ્રાર ભાયેલી આ શુદ્ધ ચૈતન્ય ધ્યાનની ધારા ઉત્તરાત્તર બળવત્તર બનતી જતી અત્યારે-આ અધ્યાત્મજીવનના ત્રીજા-છેલ્લા તબક્કામાં (૧૯૫૩ અને પછી) તે પરમ પરાકાષ્ઠાને (Climax) પામતી જતી હતી. આપણે સૌભાગ્ય પરના પત્રામાં પૂર્વે જોયું હતું તેમ— ચૈતન્યના નિર ંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે, બીજી કઇ સ્પૃહા રહેતી નથી' (અ’. ૧૪૪)—એમ નિરંતર ચૈતન્યના અખંડ અનુભવ જ જેને પ્રિય હતા એવા આત્મરત–આત્મતૃષ્ટ-આત્મતૃપ્ત શ્રીમદ્ ‘સત્યં પરં ધીન્ન’—એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ' (અ. ૩૦૨, ૩૦૭) એમ પરમ સત્યનું અખંડ ધ્યાન કરતાં હતા; ‘અનુક્રમે સયમ સ્પર્શ તાજી, પામ્યા ક્ષાયક ભાવ’—અનુક્રમે સયમની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાઓને સ્પર્શતાં ક્ષાયક ચારિત્રને સંભારતા હતા : અને શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામે કેલિં કરે, શુદ્ધતામે’ થિર વ્હે, અમૃતધારા વરસે’—શુદ્ધતા વિચારતાં–ધ્યાતાં, શુદ્ધતામાં રમતાં-શુદ્ધતામાં સ્થિર રહેતાં જેને અમૃતમય આત્માના શાંત સુધારસની અમૃતધારા વતી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચેતનરસની અમૃતાનુભૂતિ કરતા હતા; અને એટલે જ આવા બ્રહ્મરસના ભાગી શ્રીમદ્, પાસખા સૌભાગ્ય પરના પત્રોમાં વારંવાર પેાતાની આત્મદશા આલેખતું હૃદય દર્શાવતા હતા— ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. અત્રે આત્માકારતા વર્તે છે. જણાવ્યા જેવું તેા મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, (નાગ જેમ મેારલી ઉપર) (અ. ૨૮૦), અખ’ડ આત્મધ્યાન રહ્યા કરે છે (અ. ૩૩૬).' ઇત્યાદિ. આમ પૂર્વે પણ શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરી જ રહ્યા હતા, અને તેનું સવિસ્તર દન આપણે શ્રીમનું અપૂર્વ આત્મધ્યાન' એ પ્રકરણમાં (૬૮) પૂર્વે કયુ' જ છે, એટલે અન્ન તેનું પિષ્ટપેષણ નહિ'કરતાં તેની સ્મૃતિ માત્ર આપી છે. પણ હમણાં તે—૧૯૫૩ની સાલના અરસામાં નેતે પછી તેા શ્રીમદ્દ દિવ્ય આત્મા અધ્યાત્મ ભૂમિકામાં ઘણા ઘણા આગળ વધી ગયા છે, ને તેમની શુદ્ધ