________________
અધ્યાત્મ રાજચંદ્ર પરાર્થે વ્યાપાર નામનું પ્રારબ્ધ કર્મ ભોગવવું પડ્યું, રવજીભાઈના કુટુંબનું ઋણ ફેડવાને
–કૌટુંબિક ઋણ અદા કરવાને અનિચ્છાએ વ્યવસાયમાં ઝંપલાવવું પડયું; પણ તેમાંથી જેમ બને તેમ જલદી નિવૃત્ત થવાય એ જ શ્રીમદની એક ભાવના હતી, એટલે જ વધારે ઉપાધિ હરી લઈને પણ જેમ બને તેમ ત્વરાથી આ વ્યવસાયકાર્ય પૂર્ણ કરવાની ધારણાથી તેમાંથી શીધ્ર નિવત્તવાની ભાવના તેમણે રાખી હતી, તે આપણે કેટલાક પત્રઉલ્લેખો પરથી અત્ર જોયું છે. અનિવાર્ય પ્રારબ્ધદયથી જે વ્યવહારઉપાધિ ગ્રહણ કરવી પડી હતી અને જે વ્યવહારઉપાધિપ્રતાપે પરમાર્થમાપ્રકાશના પિતાના મહાન જીવનકાર્યમાં (Life mission) અવરોધ ઊભું થયું હતું, તે વ્યવહારઉપાધિમાંથી જેમ બને તેમ શીઘ નિવૃત્તિ કરવાની શ્રીમની તીવ્ર ઈચ્છા પ્રથમથી જ હતી અને તે ઈચ્છાને જેમ બને તેમ ત્વરાથી સક્રિયપણે અમલમાં મૂકવાને શ્રીમદ્દ દઢ આત્મનિશ્ચય હતો, અને તેને અજપાજાપ તેઓ કરી રહ્યા હતા, તે પણ આગલા અનેક પ્રકરણમાં આપણે પ્રસંગોપાત્ત અવલોકયું છે. નિવૃત્તિપ્રિય શ્રીમદૂના પત્રમાં નિવૃત્તિ અંગે આવતા આ ઉલ્લેખે તે ખાસ સૂચક છે –
“સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્ત બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી. ૪ જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલાત નથી, કે સર્વ સંગ મોટા આસવ છે; X x તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વ સંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્ત થાય એવી અનન્ય કારણ ગે ઈચ્છા રહે છે.” (અં. ૫૪૭).
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તે દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી, કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. (અ. ૧૮૬) આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવ તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જે કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં એગ કરે ઘટે છે, એમ વર્યા કરે છે.” (અં. પ૬૯) અને શ્રીમદના હદયદર્પણ સમી હાથ ધમાં આવતા આ હૃદયઉદ્ગાર તો અત્યંત અત્યંત સૂચક છે–