________________
પ્રાસ્તાવિક પારચયપ્રસંગે કેટલો બધો અનંત ઉપકાર! પછી ગુજરાતમાં ૧૫૧ ના આશેમાં બનેલા પરિચય પ્રસંગની નોંધ છોટાલાલભાઈ લખે છે—ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમે બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બંને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; પણ અમે ભયભીત થઈ ખેતરમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે નીડરપણે એક જ ધારાએ ચાલતા હતા, અને તેમની પાછળ ભાગભાઈ તથા ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ તો પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા. પછી ૧૫રમાં ખંભાતમાં શ્રીમદે પિતાને ત્યાં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી, તે વખતના ઉપદેશપ્રસંગની નૈધ શ્રી છોટાલાલભાઈ લખે છે–સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારૂં મકાન તાજનેથી ભરાઈ જતું. દરેક હેલમાં લેક ભરાઈ જતા, જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી, તેથી ઘણું લેક નીચે ઊભા ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વેનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોક આશ્ચર્ય સહિત આનંદ પામતા, અને વિચાર કરતા કે જાણે આપણા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય! અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું. અહે! તેમની વીતરાગતા! અહા ! તેમની મુખમુદ્રા! અહો ! તેમની કૃપા! એ બધું વચનમાં આવી શકે નહીં, પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધું શું લખું?
પ
મોરબીવાળા શ્રી મલકચંદભાઈ પોતાની પરિચયધમાં સેંધે છે કે–સાહેબની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત, અને શાંત હતી. અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હાય નહીં. અખંડ ઉપગ રાખતા તથા વાતની સંકલના અદ્ભુત લાગતી. ખાતાં, ઊઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણું તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં કેલ્કીર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં, અને એમ જ ઈચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.
એક પ્રસંગ નેધા છે કે એક દામનગરના વણિક શેઠ આરામ ખુરશી પર પડ્યા પડ્યા બીડી પીતા હતા, તેમણે શ્રીમદૂને ટેળમાં પ્રશ્ન કર્યો–રાયચંદભાઈ, મેક્ષ કેમ મળે? જવાબમાં શ્રીમદે જણાવ્યું કે, તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છે તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈ પણ હલાવ્યા–ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તે તમારો