________________
અંતરંગ નિવૃત્તિ શ્રેણીને અબાધક વ્યવહારવર્તનને ક્રમ ૨૧૩ ભાવ ભર્યા છે ! આ વ્યવહારવર્તિનક્રમમાં અક્ષરે અક્ષરે શ્રીમદૂની કેવી સ્વચ્છ પારદર્શક (Transparent) નિખાલસતા તરી આવે છે ! કેવી નિર્મલ નિર્દોષતા ઉબરી આવે છે! કેવી નિર્દભ સત્યતા રણકે છે! કેવી નિર્ચાજ નિષ્ઠા ઠણકે છે! કેવી અનન્ય આવતા પ્રકાશે છે! કેવી અદ્દભુત માર્દવતા પ્રભાસે છે! કેવી અનુપમ પ્રવૃત્તિવિરક્તિ વિશે છે! કેવી અલૌકિક નિવૃત્તિ આસક્તિ ઉલસે છે! અહે શ્રીમદ્રની નિખાલસતા ! અહો નિર્દભતા ! અહા નિર્ચાજતા ! અહા નિર્દોષતા ! અહ નિર્મલતા ! અહે નિષ્ઠતા ! અહો નિરભિમાનતા! અહો નિરાગ્રહતા ! અહા નિરપેક્ષતા ! અહો નિસ્પૃહતા ! અહો નિઃસ્વાર્થતા ! અહો નિર્લોભતા ! અહે નિર્વિક૫તા ! અહો નિરાકુલતા ! અહો નિઃશંકતા ! અહ નિર્ભયતા ! અહા નિરાગતા ! અહ નિર્લેષતા ! અહો નિઃસંગતા ! અહે નિવૃત્તિતા ! અહા નિરુપમતા!
આમ શ્રીમદે વ્યવહારવર્તનનો ક્રમ પિતાની પ્રિયતમ અંતરંગ નિવૃત્તિશ્રેણીને બાફક ન થાય એ રીતે અજબ કુશળતાથી ગઠવ્યા હતા, અને તેમ કરવા તેઓ સમર્થ થયા હતા તેનું રહસ્યકારણ તેમને ઉદાસીનભાવ છે. બાહ્યથી શ્રીમદ્ વ્યાપારપ્રવૃત્તિમાં આસીન–બેઠેલા દેખાતા હતા, અંતરથી તો તેનાથી અસ્પૃશ્ય ઉદાસીન– “ઉદ્-ઉંચા નિવૃત્તિ શ્રેણીના આસનમાં “આસીન—બિરાજમાન હતા. આ ઉદાસીનભાવને લીધે જ આ વ્યવહારપ્રવૃત્તિને શ્રીમદે પિતા પર આરૂઢ થવા દીધી ન હતી, પણ પિતે તેના પર આરૂઢ થયા હતા; વ્યવહારઉપાધિને પોતા પર બેસવા દઈ ઉપાધિથી પોતે દબાયા ન હતા, પણ ઉપાધિ પર બેસી જઈ ઉપાધિને દબાવી દીધી હતી. આ ઉદાસીનભાવને લીધે જ બાહ્ય ઉપાધિ મળે પણ શ્રીમદ અંતરસમાધિ જાળવી શક્યા હતા, બાહ્ય પ્રવૃત્તિમાં પણ અંતરંગ નિવૃત્તિ શ્રેણી સાચવી શકયા હતા,– એ ખરેખર ! અદ્દભુતાદભુત છે !
પ્રકરણ ચેત્રીસમું તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધી વણગણા છે? રાખું કે એ પરિહરૂં?— મોક્ષમાળા (બાલાવબોધ)
ગ્રહાશ્રમપ્રવેશ પહેલાં પણ શ્રીમદ્રને તત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનની લગની લાગેલી જ હતી; લઘુવયથી જ શ્રીમદે તત્વજ્ઞાનના ઊંડા સમુદ્રમાં ઊંડી અવગાહના કરેલી જ હતી. સમુચ્ચયવયચર્યામાં શ્રીમદે સ્વયં કહ્યું છે તેમ “સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારે અલ્પ