SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના વીતરાગમાર્ગનો અનન્ય નિશ્ચય આલેખે છેજેન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જેને પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.” અને પત્રાંક ૧૨૦ માં પણ આવા જ નિરાગ્રહભાવે લખે છે –“જૈનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુકતભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.” ઈત્યાદિ. આ અવતરણ સ્પષ્ટ સૂચવે છે તેમ શ્રીમદ્ જિનદર્શનના–વીતરાગમાર્ગના પરમ સત્ય શ્રદ્ધાળુ ને અખંડ નિશ્ચયવંત છતાં, આગ્રહી તો નથી જ. આગ્રહ અને શ્રદ્ધામાં ઘણું તાત્વિક તફાવત છે. આ નિરાગ્રહભાવને લીધે જ ગમે ત્યાં સદંશ હોય તે પ્રહણ કરવામાં સમ્યગદષ્ટિને સંકોચ થતો નથી, ખુલ્લા દિલથી તે સ્વીકારે છે. મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સમ્યગ્દષ્ટિને સમ્યકરૂપે પરિણમે છે, ને સમ્યગ્દષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યાદષ્ટિને મિથ્થારૂપે પરિણમે છે એ વસ્તુ અનેકાંતદષ્ટિને સમ્યફપણે ઝીલનારા સમ્યગ્દષ્ટિના આ સર્વત્ર નિરાગ્રહભાવના જ પ્રભાવ સૂચવે છે. આવા પરમ નિરાગ્રહી શ્રીમદ જેવા પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીના વીતરાગદશનના પ્રણેતાઓ પ્રત્યે ભકિતનિર્ભર પરમાદર ગર્ભિત પણે કે પ્રગટપણે પદે પદે પ્રતીત થાય છે. ખરેખર! શ્રીમદ્જીને વીતરાગમાર્ગ અને આ વીતરાગમાર્ગ પ્રણેતાએ પ્રત્યે જેટલો પરમાદર-પરમગૌરવબહુમાન છે તેને અંશ પણ પ્રાયે અન્યત્ર મળવો દુર્લભ છે,-એ આ સમસ્ત પરથી કોઈ પણ સુઝ વિવેકી વિક્ષણ વાંચકને સહજ સમજાય એમ છે. ગમે તેવા વિરોધીને પણ નતમસ્તક કરે એવું શ્રીમદ્દનું અનન્ય નિશ્ચયપૂર્વક વીતરાગમાર્ગની પ્રસ્તુતિ કરતું ટકેકીર્ણ અમૃત વચનામૃત છે કે વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના ચગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કંઈ પણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.” “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” શ્રીમના જીવનનો મુખ્ય આદર્શ મહાવીર છે, અને શ્રીમદૂના વચનામૃતોમાં પ્રથમથી જ મહાવીર પ્રત્યેની શ્રીમદની અનન્ય ભક્તિ ઠેર ઠેર તરી આવે છે. મહાવીર અને એના વીતરાગમાર્ગના પરમ પ્રેમથી જ શ્રીમદને મહાવીરના માર્ગના ઉદ્ધારની ઊર્મિએ ઊઠતી હતી. આવા અસાધારણ અતિશયવંત ક્ષયોપશમ સંપન્ન મહાપુરુષને જે પરમાર્થમાર્ગ પિતાને સમજાયે, જે વિશુદ્ધ આત્મદર્શન પિતાને થયું, તેનો લાભ બીજાને પ્રાપ્ત થાય એવી ધગશ ઉપજે, નિષ્કારણ કરુણા કુરે, પ્રબલ ઉત્સાહજન્ય શાસન-દર્શનભક્તિની ઊમિ એ ઊઠે, “સવિ જીવ કરું શાસનરસી” એવી ભાવદયામય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy