________________
[૬૭] તરત જ એક મુમુક્ષુ બાઈ મરણપથારીએ હતી તેની પાસે ગયા. તેને પણ દેહ અને આત્માના ભિન્નપણા વિષે અદ્ભુત બોધ આપી સમતા, ઘીરજ, સહનશીલતાપૂર્વક શાંત ભાવે અંતરમગ્ન થવામાં ઉત્સાહ પ્રેરી, અપૂર્વ જાગૃતિમાં આણી સમાધિમરણ-સન્મુખ કરી પોતે ત્યાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી થોડા વખતમાં તે બાઈનો દેહ છૂટી ગયો.
આમ બન્ને આત્માઓનાં મરણ સુધારી પ્રભુશ્રી તે દિવસે નરોડામાં રોકાઈ બીજે દિવસે અમદાવાદ આવ્યા. થોડા દિવસ ત્યાં રહી ચૈત્ર માસમાં તેઓશ્રી આશ્રમમાં પધાર્યા.
૧૯
સં. ૧૯૮૧નું આ ચોમાસું તેમ જ ત્યાર પછીનાં સં. ૧૯૯૧ સુધીનાં તેઓશ્રીનાં બધાં અગિયારે ય ચોમાસાં આશ્રમમાં જ થયાં. આ પહેલાંના સં. ૧૯૭૭-૭૮-૭૯નાં ત્રણ મળી તેઓશ્રીનાં કુલ ચૌદ ચોમાસાં આશ્રમમાં થયાં.
હવે પ્રભુશ્રીનું આશ્રમમાં જેમ જેમ વધારે રહેવાનું થતું ગયું તેમ તેમ તેઓશ્રીનાં દર્શનનો, સમાગમનો, સદ્બોધનો લાભ જેમ બને તેમ વધારે મળે તે ઇચ્છાએ આવનાર જિજ્ઞાસુઓની સંખ્યા પણ વધવા લાગી. અને હજારો મુમુક્ષુઓ તેમના બોથથી રંગાઈને શ્રીમદ્ભુના બોધવચનોમાં રસ લેનારા શ્રીમદ્જીના અનુયાયીઓ બન્યા. તેઓમાં પ્રભુશ્રીના જ્વલંત બોઘના પ્રતાપે અનેરો ઉત્સાહ અને સનાતન સદ્ઘર્મભાવના જાગૃત થયાં.
મહાપુરુષના જીવનની મહાનદની જેમ એવી તો વિશાળતા અને ભવ્યતા છે કે તેમાં અનેક પુણ્યાત્માઓની જીવનસરિતા ઓતપ્રોત થઈ ‘વસુધૈવ દુશ્ર્વમ્’ ની વિશાળ ભાવના તથા આત્મસ્થ દ્રષ્ટાભાવનું ગાંભીર્ય અને સામર્થ્યને પામી વિશાળ જનસમુદાયને આત્મોન્નતિકારક નીવડી મહાસાગરસમા પરમાત્મપદમાં આત્મવિલીનતા કરી કૃતાર્થતાને પામે છે. એવો યોગ અને એવો પ્રસંગ પ્રાપ્ત થવો તે વિરલ ઘટના છે. સં. ૧૯૭૭ની કાળી ચૌદશે બાંધણી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળીદાસ પટેલના (શ્રી બ્રહ્મચારીજીના) જીવનમાં એવી એક મંગલ ઘટના બની.
ગ્રેજ્યુએટ થઈ લગભગ દસેક વર્ષથી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દા. ન. વિનયમંદિરના આચાર્યપદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન આત્મલક્ષી હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી અને જ્યાં સુઘી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાર્ય ગણાવું તે તેમને આત્મવંચનારૂપ લાગતું. જેથી આચાર્યપદ તેમને ખૂબ સાલતું. દીપોત્સવીની રજાઓમાં તેઓ પોતાને વતન બાંધણી આવ્યા હતા. ત્યાં તેમના સ્નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રી સંબંધી જાણવા મળ્યું એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદશની વહેલી સવારે તેઓ બન્ને આશ્રમમાં આવ્યા. ત્યારે પ્રભુશ્રી ૨ાયણ નીચે બિરાજેલા અને ‘મૂળ માર્ગ'નું પદ બોલાતું હતું. પ્રભુશ્રીના દર્શનથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org