________________
ઉપદેશસંગ્રહ-૨
૩૦૧ અમને તો કૃપાળુદેવની હયાતીમાં એટલો ઠપકો મળ્યો છે કે કંઈ બાકી નથી. કંઈનું કંઈ અમે ઘારી બેઠેલા. પ૩૪મો પત્ર દિશામૂઢવાળો અને એવા પત્રથી એટલું બધું લાગી આવેલું કે એના શરણાથી હવે તે વિચાર જ આવતો નથી. એ બધું કંઈ કહેવાય છે? નહીં શરમાયા જેવું? નીચું ઘાલવા જેવું અમે ય કરેલું. કંઈને કંઈ માની બેસતા. પણ એ સાચા પુરુષની હયાતી હતી તે ચોકઠું ઠેકાણે બેઠું. માર્ગ કોઈ અપૂર્વ છે !
આજ સુધી અમારી પાસેથી અમારો ચિત્રપટ લઈ જતા અને આમ માળા તથા તત્ત્વજ્ઞાન અમારા હાથે આપેલી; પણ એ બધું અમે હવે કાઢી નાખ્યું છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ એ પણ પોતાના ચિત્રપટ પડાવેલા અને પોતે તો કેમ કરીને આપે? એટલે અમારી પાસે મોકલાવ્યા. પણ અમે તો કહ્યું; અમે એ જોખમ ન લઈએ. અમારાથી કોઈનો ચિત્રપટ અપાય નહીં. હા, એ આપે તો ભલે ! તમને પાલવે તો લો. પછીથી અમે અમારો ચિત્રપટ પણ આપવો બંધ કર્યો. અને બઘાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો કૃપાળુદેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા (મંત્રો અમારા થકી મળી તે ઉઠાવવી. તે ખોટો નીકળે તેનું જોખમ અમારા માથે છે.
કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દૃષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલ કે ચિત્રપટ નહીં તો કાગળ ઉપર માત્ર આમ હાથ પગના લીટા જેવું કરીને આપશો તો પણ મારે ચાલશે. કંઈક ભક્તિનું સાઘન અને આજ્ઞા મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંઘ થાય છે. આ વસ્તુ, ગમે તેમ થાય તોપણ, મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંઘ પડે છે. તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા.
મુમુક્ષુ–આ વીંટી હું આપના ચરણે મૂકું છું; તેનો જ ઉપયોગ કરવો હોય તે કરજો.
પ્રભુશ્રી તમારે લોભ છોડવાની ઇચ્છા હોય તો અહીં ઘણાં ખાતાં છે–જ્ઞાન ખાતું છે, સાધારણ આશ્રમ ખાતું છે, સાધુ સમાધિ ખાતું છે. જે ખાતે તમારે આપવી હોય તે ખાતે આપજો. અમારે એને શું કરવી છે?
મુમુક્ષુ–પ્રભુ, મને એની ખબર નથી. આપને જે સારું લાગે તેમાં તેનો ઉપયોગ કરજો.
પ્રભુશ્રી–અમારાથી કશું ન કહેવાય. આ વીંટી લઈ લો અને તમારે રાખવી હોય તો તેમ અને વેચવી હોય તો તેમ, પણ પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં જેટજેટલા આપવા હોય તેટલા વિચાર કરીને આપી દેજો.
અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે તેને અમારું આ જ કહેવું થાય છે. ભાવની વાત છે. જેટલો લોભ છૂટે તેટલો સારો. પણ અમારા ચરણ અમારે પૂજાવવા નથી. પહેલાં તે થતું હતું તે બધું બંધ કરી દીધું છે. અમને થપ્પડો પડી છે. કેટલીય વાત થઈ ગઈ છે; યાદ રહી છે. તેથી અમારે એવું બંઘન કરવું નથી. ગુરુ છે તે છે. જે જેનો અઘિકાર. અમે તો સાધક છીએ. માર્ગ બતાવી દઈએ. માન્ય કરવું ન કરવું તમારો અધિકાર છે. પણ અમને બંઘન થાય તેવું અમે કરવાના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org