________________
શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) નું જીવનચરિત્ર
મન વચન શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેના ઉપકારે વિકાશે; પરગુણ-પરમાણુ ગિરિ જેવા ગણી જે,
નિજ ઉર વિકસાવે સંત તે કેટલા છે ? આત્મસ્વરૂપ સમ્યપ્રકારે જેણે અનુભવ્યું છે, સર્વત્ર જેની આત્મદ્રષ્ટિ છે, તે સંત મહંતની મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત માહાભ્યથી આ આખું વિશ્વ શોભી રહ્યું છે. શત્રુ પણ તેને મિત્ર સમાન છે, અવગુણીને તે અભુત પ્રભાવથી ઉત્તમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તે પોતાના આત્માનંદથી ઉજ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે. એવા અનંત ઉપકારી મહાત્માને અત્યંત ભક્તિથી નમસ્કાર !
ઘણા વર્ષો પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયી એક ભાવસાર કુટુંબ દુષ્કાળના નિમિત્તે મધ્ય ગુજરાતમાંથી પશ્ચિમ તરફ ભાલ પ્રદેશના એક ગામમાં જઈ વસ્યું હતું. તે ગામનું નામ વટામણ છે. માત્ર દાતરડાં અને ટોપલા એ જ તેની પૂંજી હતી. મજૂરી કરી ગુજરાન ચલાવતાં, મજૂરીમાં મળતા ઘઉં આદિ અનાજની બચત થોડાં વર્ષોમાં થઈ તેટલામાં ફરી દુષ્કાળ પડ્યો. રેલવેની તે વખતે સગવડ હતી નહીં. માત્ર સ્થાનિક અનાજથી સર્વનો નિભાવ ચલાવવો પડતો હતો. તેથી અનાજ ઘણું મોડ્યું થઈ ગયું. તે વખતે આ ભાવસાર કુટુંબને પોતાના અનાજના સંચયથી સારી રકમ પ્રાપ્ત થઈ અને ગામમાં ઘનાઢ્ય ગણાતાં કુટુંબોમાં તેની ગણતરી થવા લાગી. હવે મજૂરીનો ધંધો બદલી તે ઘીરઘારનો ધંધો કરતું થયું. તથા જમીનજાગીર પણ ઘીમે ઘીમે પ્રાપ્ત કરી.
ખંભાતના સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ તે ગામમાં વારંવાર આવતા જતા. તેના સમાગમથી તે કુટુંબ-પરંપરામાં સ્થાનકવાસી જૈનધર્મની કુળશ્રદ્ધા થઈ. * એમના વારસદારોનું કહેવું છે કે એમની આર્થિક સ્થિતિ સારી અને સદ્ધર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org