SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૧૭૩૫ પ્ર, પણ સમ્યક એકાન્તની સાથે સાથે સમ્યક અનેકાન્ત પણ બતાવવું જોઈએ ને? સમ્યફ અનેકાન્ત દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ ઉપર ઘટિત થાય છે અને સમ્યફ એકાત દ્રવ્યપર્યાયાત્મક વસ્તુના એક અંશ અર્થાત્ દ્રવ્ય કે (અથવા) પર્યાય ઉપર ઘટિત થાય છે. ગુણ અને પર્યાય–બંને વસ્તુ (દ્રવ્ય) ના અંશ છે અને વસ્તુ અર્થાત્ દ્રવ્ય અંશી છે. નયરૂપ સમ્યફ એકાત અશગ્રાહી હોય છે અને પ્રમાણરૂપ સમ્યફ અનેકાન્ત અંશીગ્રાહી અર્થાત વસ્તુગ્રાહી હાય છે. ગુણ અને પર્યાય વસ્તુના અંશે છે, તેથી તે સમ્યફ એકાન્ત સ્વરૂપ છે અને ગુણ–પર્યાયાત્મક વસ્તુ અંશી હોવાથી અનેકાન્ત સ્વરૂપ છે. પર્યાયે ક્રમબદ્ધ જ હોય છે અને ગુણ અક્રમબદ્ધ (યુગપત અથવા એકી સાથે જ હોય છે. અક્રમવતી ગુણ અને ક્રમવતી પર્યાય-આ રીતે ગુણપર્યાયાત્મક વસ્તુમાં અનેકાન્ત ઘટિત થાય છે. જેમ વસ્તુ દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય, જેમ ફક્ત એકલા દ્રવ્ય અથવા એકલી પર્યાયમાં નિત્યાનિત્યાત્મકતા ન ઘટી શકે તેમ એકલા દ્રવ્ય અથવા એકલી પર્યાયમાં ક્રમાક્રમ પણ ન ઘટી શકે. ક્રમા ક્રમનું અનેકાત પણ ગુણ-પર્યાયાત્મક વસ્તુમાં જ ઘટિત થઈ શકે. જૈનદર્શન સમ્યફ એકાન્તવાદી અને સમ્યફ અનેકાન્તવાદી દર્શન છે. ૧૭૩૬ ક. કેટલાક લેકે પ્રત્યેક પર્યાયનાં દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ તે નિયત માને છે, પરંતુ કાળને નિયત નથી માનતા. તેઓ કહે છે કે કાળને નિયત માનવાથી પુરુષાર્થ નિષ્ફળ થઈ જશે. આ વાત બરાબર છે? ઉ. તેમનું ઉક્ત કથન સિદ્ધાંત વિરુદ્ધ છે, કેમ કે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ નિયત હતાં કાળ અનિયત હોઈ શકતા નથી. જો કાળને અનિયત માનવામાં આવે તે કાળલબ્ધિ કઈ ચીજ જ ન રહે પુરુષાર્થ નિષ્ફળ જવાની આશંકા બાકી રહી, તે એનું કારણ છે અજ્ઞાનીનું ઉતાવળપણું. સમય પહેલાં કેઈ કામ પૂરું કરી લેવાથી ગણ ગૃહવાસ ન શ્રેયરૂપ, કિંતુ પાપાવાસ, કાળે જાળ અચળ રચી, મનુજ ફસાવા ખાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy