SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ઉ. યથાર્થ યથાતથ્ય જાણવું, સાચાને સાચું અને ખોટાને ખોટું જાણવું તે વિવેક. સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભગવ્યાં છતાં તેમાંથી હજુ પણુ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્ય એ અવિવેક છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ સત્ય છે. જે વિવેકી નથી, તે અજ્ઞાની અને મંદ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. ૧૬૦૨ પ્ર. સાચે વિવેક કર્યો છે ? ઉ. સ્વ-પરનું ભેદજ્ઞાન કરવું તે. ૧૬૦૩ પ્ર. આ કાળમાં જ્ઞાન દર્શન, ચારિત્રની પ્રાપ્તિ છે? ઉ. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રજનભૂત પદાર્થનું (આત્માનું) જાણપણું તે જ્ઞાન; તેને લઈને સુપ્રતીતિ તે દર્શન, અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈન માર્ગમાં સમ્યકત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. નવું આત્મજ્ઞાન મનુષ્યને આઠ વર્ષની ઉંમર પહેલાં પ્રગટતું નથી, પણ જે આગલા ભવથી જ આત્મજ્ઞાન સાથે લઈને આવે છે, તેમને તે બચપણથી જ આત્મજ્ઞાન સાથે હોય છે. આ કાળમાં કોઈ આરાધક (આત્મજ્ઞાની) જીવ આ ભરતક્ષેત્રમાં અવતાર લેતા નથી, પણ અહીં અવતાર લીધા પછી કોઈ પૂર્વસંસ્કાર આદિના કારણે કોઈ કોઈ વિરલા જીવ આત્મઅનુભવ પ્રગટ કરી આરાધક થઈ જાય છે. ઉત્તમ કાળમાં તો આ ભરતક્ષેત્રમાં પણ આત્મજ્ઞાન સહિત છ જન્મ લેતા હતા અને વિદેહક્ષેત્રમાં તે અત્યારે પણ એવા આરાધક જીવો જન્મ લે છે. (જુઓ પ્ર. ૧૨૭૪). ૧૬૦૪ પ્ર. પાંચ સમવાય કોને કહે છે ? તેના પ્રકાર કહો ? વાળના અગ્રભાગ જેટલી પણ આ લોકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં જીવે અનેક વાર જન્મ, મરણનું કષ્ટ ન ભેગવ્યું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy