________________
૪૧૯
૧૩૫૫ પ્ર. શાસ્ત્રમાં “સમય” શબ્દના કેટલા પ્રકારના અર્થ થાય છે ?
ઉ. આત્માનું નામ સમય છે. સર્વ પદાર્થોનું નામ સમય છે, કાળનું
નામ સમય છે, સમયમાત્ર કાળનું નામ સમય છે, શાસ્ત્રનું નામ સમય છે તથા મતનું નામ પણ સમય છે અનેક અથોમાં જ્યાં
જેવો સંભવે ત્યાં તે અર્થ સમજ. (જુઓ પ્રશ્ન ૧૩૮૯) ૧૩૫૬ પ્ર. આત્મા અનંત શક્તિવંત છે પણ મૂછ યોગે જીવને ભાન નથી
તે કેમ ? એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બાડી ના હોય તે એક-ચતુર્ભાસ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેને એ બેરિસ્ટર મૂછાગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરા કે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! એક પાઈના ચાર
આત્મા થયા. ૧૩૫૭ પ્ર. તીર્થકરાદિ જ્ઞાની પુરુષોએ જીવ નામના પદાર્થને કેવા પ્રકારે
જાણે છે, જે છે અને અનુભવ્યો છે? “સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” * ૧. આત્મા, “સમતા” નામના લક્ષણે યુક્ત છે. કોઈ પણ કાળે
તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટતા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે, તે જીવ છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે ત્રણે કાળ રહેવાના છે. અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ વધે ઘટે નહિ, તે સમતા નામને ગુણ છે.
આગમ એ મુનિઓને અક્ષરદેહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org