SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર્યો છે. એમને અભિપ્રાયે નિયંતાપણે ઇશ્વર પુરુષ વિશેષ છે. ઉપનિષદમાં ઈશ્વર જગતને કર્તા છે. જૈનને મતે જગતને વિસ્તાર કર્મજન્ય છે, પદ્ગલજન્ય છે. જૈન, બૌદ્ધ, મિમાંસાએ કહ્યું છે કે માત્ર કર્મોને લઈને સંચાલન છે. કોઈ જગતકર્તા નથી. જૈને વિશુદ્ધ “આત્મા” તે જ ઇશ્વર એમ બતાવ્યું. વેદાંતવાળા બ્રમમાં સમાઈજવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પિતાને પોતાને અનુભવ રહેતા નથી. પૂર્વ મિમાંસક દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ મેક્ષ માને છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. બુદ્ધે કહ્યું આત્મા નિત્ય નથી પણ ક્ષણિક છે. બીજાં ભારતીય દર્શનેએ આત્માને નિત્ય જ માને. ભગવાન મહાવીરે તેને નિત્ય અનિત્ય (નિત્યાનિત્ય) કર્યો. જે આત્મા ક્ષણિક માને તે મોટો વિરોધાભાસ ઊભું થાય છે કે કર્મ કર્યું એક આત્માએ અને તેનું ફળ ભેગવે બીજે આત્મા તેમ જ આત્માને મનુષ્ય તિર્યંચ આદિ પર્યાય અનિત્ય છે. ન્યાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર, પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાંનિધ્યથી જ્ઞાન ઉપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે; તે નિત્ય, અપરિણમી અને ચિત્માત્ર સ્વરૂપ છે. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય અને પરિણામી, પ્રત્યેક આત્મા. અસંખ્યાતપ્રદેશી, સ્વશરીરવગાહવતી માન્ય છે. પૂર્વ મિમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે, ઉત્તર મિમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય વિકાળાબાધ્ય છે. ઉપનિષદ માને છે કે આત્મા એક જ છે અને સર્વ તેને વિસ્તાર છે. સાંખ્ય દર્શનમાં આત્મા અનેક છે. જૈન અને સાંખ્ય અનેક પંચપરમેષ્ઠીને પ્રેમ કરતાં આ શરીર ઉપર પણ જો પ્રેમ વધી જાય છે તે અનંતાનુબંધી લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy