________________
ઈશ્વર વિશેની માન્યતા વિશે નિબંધ પ્રશ્નોત્તરૂપે લખી આપ્યો હતો. જે પરિષદમાં રજુ થયો હતો. આ અંગેના પત્રોમાં પૂ. શ્રીને આમંત્રણ, પરિષદમાં નિબંધ રજૂ ક૨વા માટેનો પત્ર, પૂ. શ્રીને બદલે જૈન ધર્મના પ્રતિનિધિને પરિષદમાં હાજર રહેવા માટેનો પત્ર, અને The World Parliament of Religions ના એપેન્ડીક્ષ ત્રણમાં પૂ. શ્રી વિશેની ગૌરવવંતી ઐતિહાસિક નોંધ કરવામાં આવી છે તે મૂળ અંગ્રેજી ભાષામાં આ ગ્રંથમાં પ્રગટ કરી છે. તે ઉપરથી પૂ. શ્રીની પ્રતિભાની સાથે જૈન ધર્મ વિશેની ૫૨મોચ્ચ શુભભાવનાનો લાક્ષણિક પરિચય થાય છે.
કલકત્તાની એશિયાટીક સોસાયટીના ઓનરરી સેક્રેટરી ડૉ. એ. એફ. રૂડોલ્ફે પૂ. શ્રીને જૈન ધર્મ વિષયક પત્ર દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા અને પૂ. શ્રીએ ઉત્તર પાઠવ્યો હતો તે અંગેની વિગતો દર્શાવતાં પત્રો અહીં પ્રગટ કરવામાં આવ્યા છે.
જૈન પત્ર સાહિત્યની વિશાળ સૃષ્ટિમાં વિહાર કરીને સૌ કોઈને જાણવાની જિજ્ઞાસા તૃપ્તિ થાય અને એક જૈન તરીકે જૈનત્વની ભાવના વધુ દૃઢ બને તેવા ત્રણ પત્રો અને વિશ્વધર્મ પરિષદના સંદર્ભમાં યુગાદિ આચાર્યશ્રી આત્મારામજી મ.સા. વિશેના પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. ધર્મ માત્ર વિચાર અને પ્રચારમાં જ મર્યાદિત થતો નથી તેનું મહત્ત્વનું અંગ આચાર છે તે દૃષ્ટિએ પૂ.શ્રીના પત્રો સંયમ જીવનના ગૌરવને પ્રસ્થાપિત કરીને જૈન ધર્મની વિદેશમાં જાણકારી થાય તે માટેના એમના પ્રયત્નો સમગ્ર જૈન સમાજ માટે એક ઐતિહાસિક પ્રસંગ ગણાય છે. આચાર શાસ્ત્રોક્ત હોય, તેનું દૃઢ સંકલ્પથી પાલન કરવું ને છતાં જૈન ધર્મની વિસ્તરતી ક્ષિતિજમાં નિમિત્ત થવું એ પૂ. આત્મરામજી મ.સા.ની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org