________________
જ ૨૫. તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી વગેરે યોગ્ય અનુવદના સુખશાતા.
લખેલ પત્રથી હકીકત જાણી. વિશેષ જે માટે તમે લખ્યું તે માટે તમે જે કંઈ ઉપયોગ કરવો હોય તે કરશો. સમય વિચિત્ર છે. રૂઢી પ્રમાણે પ્રવર્તવું એ સર્વથા યોગ્ય છે કે અયોગ્ય અને તેથી શો લાભ દેખવામાં આવે છે, તેનો હૃદયમાં વિચાર કરવો જોઈએ. નકામાં ખર્ચ કરાવવાથી સ્વપરનું મહત્ત્વ નથી. જમાનો સ્થિતિ ભાવ વગેરેને વિચાર ન કરવામાં આવે અને રૂઢી પ્રમાણે કાને કાનો કરવામાં આવશે તો તે સદા નભશે નહીં. શ્રાવકોનું કાર્ય શ્રાવકોને માથે છે. તે ગમે તેમ કરે તેમાં આપણે લાંબુ પેસવાની જરૂર નથી. પોતાના આત્માના ઉપયોગમાં રહેવું. રાજા રાણીઓએ હવે ખર્ચ ઘટાડવા માંડ્યા છે. તો જૈન સાધુઓ શ્રાવકોના માથેથી ખર્ચનો બોજો ન્યૂન કરી તેમની ઉન્નતિ નહિ કરે અને બ્રાહ્ય ધામધૂમમાં મહત્તાથી સ્વમહત્તા સંઘ મહત્તા માની લેશે તો તેથી ઉન્નતિના સ્થાને અવનતિનું બીજા રોપાશે. જેના જેવા ભાવ તેમાં પણ જેમ ખર્ચો ન્યૂન થાય અને જેમાં ખર્ચવાનું છે તે બતાવવામાં આવશે તો જ જૈન ધર્મની ઉન્નતિ થશે. સત્યદૃષ્ટિ અને આત્મહિત શાસનહિતથી વિચાર કરી વિવેક પ્રમાણે પ્રવર્તવું. પરમાં પડવું નહિ. સાધ્ય દષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપયોગપૂર્વક પ્રવર્તવાની જરૂર છે. ધર્મ સાધન કરશો. ૨. પૂ. અભયસાગરજી - સાગરનું ઝવેરાત
જેન પત્ર સાહિત્યમાં આકર્ષક અને અર્થપૂર્ણ શીર્ષકવાળી પત્રકૃતિઓ મળી છે તેમાંની એક “સાગરનું ઝવેરાત'' છે.
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org