________________
લખેલો પત્ર પહોંચ્યો છે, વિચારી સાર જાણ્યો છે; લખું શું ઉત્તરે ઝાઝું, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૧ કથે સૌ સ્વાત્મ દૃષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તો; રૂચે તે લેઈ ત્યજી બીજ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૨ મહાવીરે પ્રરૂપ્યો જે, ખરો તે ધર્મ માનીને; વિપાકો કર્મના બોધી, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૩ જગત્ સહુ કર્મના તાબે, નચાવે કર્મ જીવોને; વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૪ મહાવીરે સહ્યાં દુઃખો, બચે ના કર્મથી કોઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૫ જગતમાં કર્મ છે વેરી, નિમિત્તજ જીવ છે તેમાં; શુભાશુભ કર્મલ જાણી, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૬ કર્યા કર્મો જ ભોગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેના, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૭ વડાના સત્ય દૃષ્ટાંન્ત, વડા બનવા સહો દુઃખો; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૮ વડા થાતાં વડાં દુઃખો, સહન કરવો પડે સૌને; વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી સ્વીતિ કરશો. ૯ થશે સ્વાનુભવો એના, થશે પ્રગતિ ખરી એથી; બુદ્ધ બ્ધિ સાધુના પન્થ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૧૦
મુ. પેથાપુર લે. બુદ્ધિસાગર Rાન શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org