________________
જોઈએ. બાળ લગ્નની પ્રજા સત્ય અંગીકાર કરી શકતી નથી. નિર્બળોથી – આત્મોન્નતિ અને સંઘોન્નતિનો માર્ગ દૂર છે. છાપામાં લેખો લખવાથી કંઈ જૈન સંઘ એકદમ એક વિચારમાં આવી શકતો નથી. સૌ સૌનાં કામ કરે છે. કુદ્રતના હાથના હથિયાર રૂપે જે જાહેરમાં આવ્યા છે તેઓ કાર્ય કરે છે. ધર્મ સાધન કરશો, ધર્મ કાર્ય લખશો.
મુ. માણસા ૯. અમદાવાદ તત્ર સુશ્રાવક-શેઠ જગાભાઈ દલપતભાઈ તથા શેઠ મણિભાઈ તથા શેઠાણી સુશ્રાવિકા ગંગાબેન આદિ યોગ્ય ધર્મલાભ વિ. તમારો પત્ર મળ્યો, વાંચ્યો, ઉપાધિ ન્યૂન કરી આત્મહિત કરવા ભાવ જણાવ્યો તેથી આનંદ થયો છે. સૂક્ષ્મ નિશ્ચપ દ્રષ્ટિએ જેટલા રાગદ્વેષના સંકલ્પ તેટલા સૂક્ષ્મ જન્મ મરણ છે અને તેથી ધૂળ જન્મ મરણ છે. રાગદ્વેષમય મન તેજ સંસાર છે અને આત્મામાં મન રમતાં મન તેજ મુક્તિનું કારણ છે. સત્ય આત્મજ્ઞાન વિના
ખ્યાલ આવનાર નથી એકાંતમાં બેસી બે ઘડી આત્માના આનંદનો વિચાર કરો. આત્મવિચારથી આવરણો ટળશે અને ધર્મનું સૈન્ય દેખાશે. દેવગુરૂ ધર્મની આરાધના કરો. લક્ષ્મી સત્તાથી શુદ્ધ આત્મધર્મ પ્રગટતો નથી. વસ્તુતઃ લક્ષ્મીથી ધર્મ કરવો એ ઔપચારિક ધર્મ છે. લક્ષ્મી સત્તાથી આત્મસુખ શાંતિ નથી. આત્માને અનુભવતા વિશ્વનો અનુભવ થાય છે. સામાયિક પૂજામાં પૂર્ણ લક્ષ્ય દેશો. વાસનાઓ પણ સૂક્ષ્મ જન્મો છે તેના સમૂહથી આત્માને ભિન્ન ધારો. ધાર્મિક
પુસ્તકો વાંચો. આનંદઘનપર ભાવાર્થ સંગ્રહ એકવાર પૂર્ણ વાંચી છે જાઓ જરૂર, પછી પત્ર લખશો.
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
( પ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org