________________
અનંતીવાર મરણ થયું માટે લગ્નનો વિચાર પણ માંડી વાળજે. કામની વાસના એ જ સર્વ રોગ અને દુઃખનું તથા અશક્તિનું મૂળ છે માટે હવે તું બ્રહ્મચર્યથી આત્મજ્ઞાન માટે જીવ. દેવગુરૂની ભક્તિથી બ્રહ્મચર્યની રક્ષા છે. પ્રભુ પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ધર્મ ક્રિયાઓ કરવામાં અપ્રમત્ત રહેજે. સુસંગતિ કરજે. સંસારની માયાઝાળને ભ્રાંતિ સમાન ગણજે. આત્મામાં જ આનંદ છે અને જડમાં લેશ પણ આનંદ નથી એવા દૃઢ નિશ્ચયથી ધર્મ સાધન કરજે. ધાર્મિક પુસ્તકો વાંચજે એ જ.
મુ. વિજાપુર - શ્રી સાનંદ, ૮. તત્ર સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર વાંચી સમાચાર જાણ્યા. વિ. કેશવલાલ નાગજી પર છાણીવાળાએ ચર્ચાપત્રો બહાર કાઢ્યાં છે તે ત્યાં હોય તો વાંચવા માટે મોકલી આપશો. તમોએ દેવ દ્રવ્ય સંબંધી અમારા વિચારો જાહેર કરવા લખ્યું પણ હાલતો તમે બંને તરફથી વિચારો, જાહેર પત્રોમાં બાહિર પડે છે તે વાંચી સત્ય લાગે તે ગ્રહણ કરો. જ્યાં સુધી સત્ય અંગીકાર કરવા લાયક સમાજ ન બન્યો હોય ત્યાં સુધી વિચારો બહાર કાઢવા માત્રથી શું વળે? અને જો એમ વળતું હોય તો બંને આચાર્યોની ચર્ચાનું ફળ જુઓ શું આવે છે તે ભવિષ્યમાં માલુમ પડશે. એકવાર તમો પાંચ છ શ્રાવકો રૂબરૂમાં મળશો ત્યારે વિચાર કરશો. ત્યાં ચોમાસા માટે લખ્યું તે જાણ્યું. વૈશાખ સુદિ તો અહીં થશે પછી બને તે ખરૂં :
ધર્મ સાધન કરશો, ધર્મ કાર્ય લખશો, જેન સંઘની ઉન્નતિની જ દિશા માટે કેટલાક અંશે આંખો મીંચી ચાલે છે. નેતાઓ સારા પ્રગટવા :
5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. સક
2
૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org