________________
શ્રાવક વાડીલાલને પરભવ જાતાં એહ, આશીઃ આપી શાંતિમય જ્ઞાનાદિક ગુણગણગેહ. II૧૫TI તુજને સશુરૂદેવની, પ્રાપ્તિ થાઓ બેશ બુદ્ધિસાગર ધર્મથી, પામો સુખ હંમેશ. ૧૬//
(ભા. - પા. ૩૪૮) સાણંદના શ્રાવક દલસુખભાઈના પિતા ગોવિંદજીના અવસાન પ્રસંગે એમને આશ્વાસન આપતો પત્ર કાવ્યમાં છે તેમાં શ્રાવકને આશ્વાસન આપવાની સાથે જૈન ધર્મની દૃષ્ટિએ આ પ્રસંગે ચિંતન કરવાલાયક વિચારો પ્રગટ થયા છે.
પિતાનું મૃત્યું થાવાથી, કરીશ નહિં શોક સમજતું રે, મર્યા વણ તો નહિ રહેવું, હૃદયમાં ધારજે કહેવું. ||૧|| અહો કુદરત તણ રીતિ, અહો કુદરત તણી નીતિ, જગતમાં નિશ્ચયે વહેતી વિચારી ભૂલી જા વીતી. રા. ખરેખર જન્મની સાથે, વહે છે મૃત્યુ સો માથે, ખરેખર કાયદો એવો, ઘટેના શોકને વહેવો. નાકા કદીના હારવી હિંમત, કરીને આત્મની કિંમત, શુભાશુભ વેદી લે કીસ્મત, ગણીને બાપની ગમ્મત. TI૬IT કરેલું કર્મ ભોગવવું, સદા સમ ભાવમાં રહેવું, કશું ના કોઈને કહેવું, જગતમાં આવું ને સહેવું. છા શુભાશુભ બહુ પ્રસંગોમાં, ખુશી થા ના અરે! રો મા, રહ્યા કર સાક્ષી રંગોમાં, નિજાનંદ ભાવને ખો મા. /૧૩ |
૪૨
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ,
૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org