SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આ મર્યાદિત નથી. પત્ર સૃષ્ટિ વિશાળ છે. ત્રીજી વ્યાખ્યા પુસ્તકની પ્રસ્તાવનાના અર્થમાં કે સમર્પણ શીલ વ્યક્તિને ઉદ્દેશીને લખાયેલો પત્ર એવી માહિતી આપે છે એટલે પત્ર વિશે કોઈ ચોક્કસ વિગત મળતી નથી. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં “Epistle' નો અર્થ નીચે પ્રમાણે થાય છે. The letter is essentially spontaneous non literary production personal and private, a substitute for spoken conversation. પત્રો અંગત હોય છે અને તેમાં ઊર્મિઓનું આવિષ્કરણ કરવામાં આવે છે પણ તેના દ્વારા કોઈ સ્વરૂપનો ઉલ્લેખ મળતો નથી. “Theme or Content' નો (વસ્તુ) ખ્યાલ આવે છે. પત્ર કલાત્મક રીતે લખાતો નથી એવું માનવાની જરૂર નથી. દરેક વ્યક્તિના પત્રની શૈલી વિશિષ્ટ પ્રકારની હોવાથી તેમાં કલાત્મકતા નિહાળી શકાય છે. અંગતતા એ પત્રનો એક પ્રકાર છે. પત્ર જાહેર (Public) હોય છે, પત્રમાં સંવાદ કે વાતચીત કરતાં માહિતી કે વિગતો વધુ મહત્ત્વની ગણાય છે. આ વ્યાખ્યા અંગત પત્રોના સંદર્ભમાં પ્રકાશ પાડે છે. ઈલસ્ટ્રેટેડ વર્લ્ડ' એનસાયક્લોપીડિયામાં પત્રની વ્યાખ્યા નીચે પ્રમાણએ પ્રાપ્ત થાય છે. A letter is a written message sent to some one else. The word is used mostly for a message of some length put in an envelope and mailed. A shorter message is often called a note. 30) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy