________________
'પ્રકરણ - ૧ પત્ર સ્વરૂપ
મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે લેખ' અને “કાગળ' ૧ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. જે અર્વાચીન કાળમાં પત્ર નામથી સુવિદિત છે. “પત્ર” સર્વ સાધારણ જનતાને સમજાય તેવો શબ્દ છે. પશ્ચિમના સાહિત્યના પ્રભાવથી અંગ્રેજી ભાષા “Letter' શબ્દ પણ જીવન વ્યવહારમાં રૂઢ થઈને પ્રચલિત બન્યો છે. જૈન પત્ર સાહિત્યના અભ્યાસ માટે પત્રની સ્વરૂપ લક્ષી માહિતી પણ અનિવાર્ય બને છે તે દૃષ્ટિએ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાં આ અંગેના કેટલાક વિચારો ઉપલબ્ધ થાય છે તે ઉપરથી તેના સ્વરૂપનો ખ્યાલ આવે છે.
- પશ્ચિમના સાહિત્યમાં પત્ર માટે “Epistle' અને 'Letter' શબ્દ પ્રયોજાય છે. ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડીક્ષનરીમાં નીચે મુજબનો અર્થ આપ્યો છે.
A Communication made to an absent person in writing a letter.
A literary work usually in poetry composed in form of a letter. A preface or letter by dedication addressed to a patriot or to the reader at the beginning of a literary work.
પ્રથમ વ્યાખ્યામાં પત્ર વિશે નો સંદર્ભ મળે છે. Communication એકબીજા સાથેનો લેખિત વ્યવહાર એમ સમજાય છે પણ 'Absent' નો અર્થ ગેરહાજર કરીએ તો જે વ્યક્તિ પત્ર લેખક સમય હાજર નથી અને અન્ય સ્થળે છે તેને ઉદ્દેશીને પત્ર લખાય છે એમ સમજાય છે. અહીં પત્ર વિશે આંશિક માહિતી મળે
છે તેના આકાર વિશે કોઈ સંકેત નથી. બીજી વ્યાખ્યામાં સાહિત્યિક આ સંદર્ભ અને તે પણ કાવ્યનો સંદર્ભ દર્શાવે છે. પત્ર કાવ્ય પૂરતો
(૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org